સરકારી અને કાયદાકીય કામો માટે સ્થાનિક ભાષાઓનો ઉપયોગ થવો જોઈએ: આરએસએસ

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)એ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે, પ્રાથમિક શિક્ષણ માત્ર ભારતીય ભાષાઓમાં જ હોવું જોઈએ. આ અંગે એજ્યુકેશન સિસ્ટમમાં સુધારો લાવવા માટે સરકારે નવી નીતિ બનાવવી જોઈએ. સંઘના પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠકમાં સત્તારૂઢ ભાજપના વૈચારિક માર્ગદર્શકે ભારતીય ભાષાઓને સમર્થન, સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર એક પ્રસ્તાવ પસાર કર્યો છે. બેઠક બાદ કહેવામાં આવ્યું કે, ટેક્નોલોજી અને મેડીકલની સાથે-સાથે અન્ય દરેક ફેકલ્ટીની ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષાઓમાં બેસનાર ઉમેદવારોની પાસે તેમના સ્થાનિક ભાષાઓનો વિકલ્પ હોવો જોઈએ. જેથી પરીક્ષા તેમની માટે વધારે સરળ થઈ શકે.
તેમણે કહ્યું, યુપીએસસી, નીટ (એનઈઈટી) સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સ્થાનિક ભાષાઓનો વિકલ્પ ઉપલબ્ધ હોવો જોઈએ. આ સ્સાથે જ દરેક સરકારી અને કાયદાકીય કામો માટે પણ સ્થાનિક ભાષાઓને મહત્વ આપવું જોઈએ. અંગ્રેજી ભાષાને બદલે ભારતીય ભાષાઓને મહત્વ આપવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, જો ટૂંક સમયમાં જ આ વિશે વિચારવામાં નહીં આવે તો કેટલીય ભાષાઓ અને બોલીઓ લુપ્ત થઈ જશે.

error: Content is protected !!