લોકરક્ષક દળની મોકૂફ રહેલી પરીક્ષા હવે 6 જાન્યુઆરીએ યોજાશે, ટૂંક સમયમાં ઉમેદવારોને કોલલેટર ઈશ્યુ કરાશે :વિકાસ સહાય

ગાંધીનગર : લોકરક્ષક દળની મોકૂફ રહેલી પરીક્ષા હવે  6 જાન્યુઆરી 2019ને રવિવારે યોજાશે. ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે આ અંગેની માહિતી આપી છે. આ સાથે જ ટૂંક સમયમાં ઉમેદવારોને કોલલેટર પણ ઈશ્યુ કરાશે.

લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોને આવવા જવા માટે સરકારી ટ્રાવેલ્સ (એસટી) મુસાફરી વિનામૂલ્યે કરી શકે. આ વખતે પરિક્ષા પારદર્શી ફૂલપ્રુફ અને કડક બંદોબસ્ત વ્યવસ્થા વચ્ચે યોજાશે, તેવું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે 2 ડિસેમ્બર-2018ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ જેટલા ઉમેદવારોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ કેટલાક ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન પેપર લીક કેસમાં સંડોવાયેલા કેટલાક શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

Related Stories

error: Content is protected !!