આવતીકાલથી લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

ગાંધીનગર:
પ્રદેશ મીડિયા સેલની યાદી જણાવે છે કે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ તથા લોકસભા ચૂંટણીના પ્રદેશ ભાજપના પ્રભારી ઓમપ્રકાશ માથુર આવતીકાલ તા. ૨૬ જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે.

ઓમજી માથુર તા. ૨૭ જાન્યુઆરીના રોજ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે યોજાનાર યુવા મોરચા સંમેલન અને મેહસાણા જીલ્લાના બહુચરાજી ખાતે જોટાણા અને બેચરાજી મંડલોની મંડલ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

ઉપરાંત, તા. ૨૮ જાન્યુઆરીના સોમવારના રોજ પ્રદેશ કાર્યાલય-કમલમ્‌, ગાંધીનગર ખાતે પ્રદેશ આગેવાનો, પ્રદેશના વિવિધ કાર્યક્રમોના ઈન્ચાર્જશ્રીઓ, મોરચાના પ્રદેશ પ્રભારી, પ્રમુખ-મહામંત્રી-પદાધિકારીઓ સાથેની વિવિધ બેઠકોમાં શ્રી ઓમજી માથુર ઉપસ્થિત રહેશે.

Related Stories

error: Content is protected !!