પીએનબી કૌભાંડને લઈને હોબાળો થતા આજના દિવસ માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી: સંસદમાં આજે (સોમવારે) બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો હતો. પરંતુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અંગે વિરોધ તેમજ પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના વિરોધને કારણે લોકસભાની કાર્યવાહી આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.  

6 એપ્રિલ સુધી ચાલનારા બજેટ સત્રના બીજા તબક્કામાં બંને ગૃહોમાં ટીડીપી સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા અંગે વિરોધ કર્યો હતો. આ સાથે જ આ સત્રમાં પીએનબી ફ્રોડ નીરવ મોદી, રાફેલ ડીલ જેવા મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો હતો. નોંધનીય છે કે, લોકસભામાં 28માંથી 21 બિલ આ સત્ર માટે પેન્ડિંગ છે. બાકીના 7 બિલ સ્થાયી સમિતિઓ અથવા સંયુક્ત સમિતિઓની પાસે છે. રાજ્યસભામાં 39 બિલ ગૃહની પાસે છે.

error: Content is protected !!