ભારે વિવાદો બાદ આખરે પદ્માવતી ફિલ્મની રિલીઝ પાછી ધકેલાઈ, નિર્માતાઓનું નક્કર પગલું

નવી દિલ્હી: ફિલ્મ પદ્માવતીને લઇ સતત વધી રહેલા વિવાદોની વચ્ચે ફિલ્મની નિર્માતા કંપની વાયકૉમ18 એ તેની રીલીઝને ટાળી દીધી છે. મળતી માહિતી પ્રમાણે નિર્માતા કંપનીએ જાતે જ રીલીઝને ટાળવાનો નિર્ણય કર્યો છે. આની પહેલાં સેન્સર બોર્ડે પણ કેટલીક ટેકનિકલ કરાણોસર ફિલ્મને ટાળી દીધી હતી. સાથો સાથ એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભંસાલીએ સેન્સર બોર્ડમાંથી ફિલ્મને પાસ થયા વગર જ કેટલાંક પસંદગીના પત્રકારને ફિલ્મ દેખાડી દીધી છે.

રાજસ્થાન સહિત બીજા કેટલાંક રાજ્યોમાં રાજપૂત સમાજના લોકો ફિલ્મનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ભંસાલીએ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોની સાથે છેડછાડ કરી છે. રાજપૂતોના સંગઠન કરણી સેના એ તો ફિલ્મની લીડ એક્ટ્રેસિસ દીપિકા પાદુકોણનું નાક કાપવા સુધીની ધમકી આપી દીધી હતી. આ સિવાય ભંસાલીનું ગળું કાપવા પર પણ 10 કરોડની વાત કરી છે.બીજીબાજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેટલાંય લોકો ફિલ્મના સમર્થનમાં પણ આવી ગયા હતા. આ ક્રમમાં ફિલ્મને લઇ થયેલા વિવાદનો વિરોધ કરવા માટે જાણીતા એકટર શબાના આઝમીએ કહ્યું હતું કે સંજય લીલા ભંસાલી અને તેની ફિલ્મ ‘પદ્માવતી’ની એક્ટ્રેસીસ દીપિકા પાદુકોણની વિરૂદ્ધ ધમકીના વિરોધમાં ફિલ્મ જગતે ગોવામાં થનાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો બહિષ્કાર કરવો જોઇએ.

આ સિવાય ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસીએશન (આઈએફટીડીએ)ના સંયોજક અશોક પંડિતે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ઘેરેબંદીમાં છે. અમને ધમકાવામાં આવી રહ્યા છે. ગુનેગાર ગણવામાં આવી રહ્યાં છે. અમને મારવામાં આવે છે અને અમારી સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો છે. અમને લોકોને ધમકી મળી રહી છે કે અમે એ જ બનાવીશું જેવો તે (વિરોધ કરનારા) કહેશે. આ સંપૂર્ણપણે સાંસ્કૃતિક આતંકવાદ છે.

Related Stories

error: Content is protected !!