મખની રોટી

સામગ્રી :

-૨ કપ ઘઉંનો લોટ
-૧/૪ કપ બટર (માખણ)
-૨ ચમચી મરીનો ભૂકો
-૧/૨ ચમચી મીઠું
-ઘઉંનો લોટ અટામણ માટે
-માખણ રોટી શેકવા અને પીરસતી વખતે લગાડવા માટે.

રીત :

– લોટ, માખણ, મરી અને મીઠાને મિક્સ કરી જરૂરી પાણી ઉમેરી લોટ બાંધો.
– આ લોટના ૧૫ ભાગ કરી અટામણ લઈને રોટી વણો.
-તવાને ગરમ કરી થોડું ઘી મૂકી રોટીને બંને બાજુ બ્રાઉન રંગની શેકો.

ઉપરથી માખણ લગાડી ગરમ ગરમ પીરસો.

તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૪૦ મિનિટ
માત્રા : ૧૫ રોટી બનશે.

error: Content is protected !!