માંડવીયાએ યોજેલી 150 કી.મીની પદ યાત્રા નું લોક ભારતી સણોસરા માં સમાપન

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીજીના આચાર વિચાર ના જન જન માં પ્રસાર માટે યોજિત પદયાત્રા ના સમાપન અવસરે સ્પષ્ટ પણે જણાવ્યું કે મહાત્મા ગાંધીની કલ્પના ના રામરાજ્ય ને સાંપ્રદાયિક રીતે નહીં પરન્તુ સર્વના કલ્યાણ સૌ ના સાથ સૌના વિકાસ અને સૌ સાથે મળી સામાજિક સમરસતા થી વિકાસ ના પરિપ્રેક્ષય માં જોવાની અનિવાર્યતા છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ 150 મી ગાંધી જ્યંતી ના સંદર્ભ માં યોજેલી 150 કી.મી ની પદ યાત્રા નું લોક ભારતી સણોસરા માં સમાપન થયું હતું.

વિજય ભાઈ રૂપાણી એ ગાંધીજી ના જીવન કવન ને ટ્રસ્ટીશિપ સર્વધર્મ સમભાવ અને સત્ય અહિંસા જેવા વિચારો વિશ્વ આખા નું માર્ગદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યકત કરતા ભાવિ પેઢી ને પ્રેરણા અને સ્વરાજ્ય ને સુરાજ્ય માં પલ્ટાવવાની દિશા ગાંધી વિચારો આપશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી એ દેશ ના મહાપુરુષો ગાંધીજી સરદાર સાહેબ સાવરકર ટિલકજી આંબેડકરજી વગેરે ના ત્યાગ તપસ્યા અને દેશ માટેના સમર્પણ ને આઝાદી પછી ના સાશકો એ એક જ પરિવાર ની ભક્તિ અને ગુણગાન કરવામાં ઇરાદા પૂર્વક વિસરાવી દેવાનો પ્રયાસ કર્યો તેની આલોચના કરી હતી.
તેમણે કહ્યું કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ ગાંધી 150 જન્મ જ્યંતી ની ઉજવણી સરદાર સાહેબ ની વિરાટ તમ પ્રતિમાસ્ટેચ્યુ ઓફ યુનિટી.આંદામાન ની જેલ ને સેલ્યુલર જેલ ની ઓળખ અને અંબેડકરજી ના જીવન સાથે સંકળાયેલા 5 સ્થાનો નો વિકાસ જેવા કર્યો ઉપાડી ને આ મહાપુરુષો નું યથોચીત ગૌરવ સન્માન કર્યું છે તેની ભૂમિકા આપી હતી.

વિજય ભાઈ રૂપાણી એ રાજ્ય સરકારે પણ 150 મી ગાંધીજ્યંતી ની રાજ્યવ્યાપી ઉજવણી કરીને સ્વચ્છતા અભિયાન સાથે ગરીબ વંચીત પીડિત શોષિત કલ્યાણ ના અનેક કાર્યક્રમો ઉપાડયા છે તેની વિશદ છણાવટ કરી હતી.

error: Content is protected !!