લગ્નના નામે છોકરીઓની થતી હતી ડીલ, અરબથી આવેલા 8 શેખોની હૈદરાબાદમાં ધરપકડ

હૈદરાબાદ, દેશગુજરાત: લગ્નના બહાને કિશોરીઓની ડીલ કરી વિદેશ લઇ જનાર 8 શેખોની હૈદરાબાદ પોલીસે  ધરપકડ કરી છે. આરોપી ખાડી દેશ ઓમાન અને કતરના રહેવાસી છે. પોલીસે ત્રણ કાઝી સહીત કેટલાક સ્થાનિક લોકોની ધરપકડ કરી છે.

હૈદરાબાદ પોલીસે આ કેસના સંદર્ભમાં કાર્યવાહી કરતા ઓમાન અને કતરથી ભારત આવેલા 8 શેખોની ધરપકડ કરી છે. આ શેખો ગરીબ છોકરીઓને સાથે લઇ  જવાની તૈયારીમાં હતા. દરેક આરોપીની ઉમાર અંદાજે 70 વર્ષની આસપાસ છે. મુખ્ય આરોપી ફરીદ સહીત અન્ય આરોપી પોતાને ચુસ્ત રાખવા માટે શક્તિવર્ધક ઈન્જેકશન લેતા હતા.

આરોપી ફરીદ દલાલો સાથે મળીને છોકરીઓની ડીલ કરતો હતો. પહેલા પીડિત છોકરીઓને પસંદ કર્યા પછી તેના લગ્નના બહાને ડીલ કરવામાં આવતી હતી. પોલીસે ગેરકાયદેસર લગ્ન કરાવનાર ત્રણ કાઝી સહીત 9 શખ્સોની ધરપકડ કરી છે. જેની સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!