લવ જેહાદ: પેટલાદમાં મૌલવી હિંદુ કિશોરીને ભગાડી લઇ ગયો અને બાદમાં તરછોડી દીધી

લીંબાસી, દેશગુજરાત: પેટલાદ તાલુકાના સિલવાઈ ગામનો મૌલવી માતર તાલુકાના એક ગામમાંથી હિંદુ કિશોરીને ભાગડી લઇ જતા ચકચાર મચી ગઈ છે. આ સાથે જ સ્થાનિકોમાં મૌલવી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

પેટલાદ તાલુકાના સિલવાઈ ગામનો મૌલવી ઈરફાન મલેક માતર તાલુકાના એક ગામમાં છેલ્લા દોઢ મહિનાથી રહેવા આવ્યો હતો. સ્થાનિક હિંદુ કિશોરી સાથે છેલ્લા 15 દિવસથી આ મૌલવી પરિચયમાં આવ્યો હતો. દરમિયાન 12 જુલાઈના રોજ લગ્નની લાલચે મૌલવી હિંદુ કિશોરીને ભગાડી લઇ ગયો હતો. આ પછી મૌલવી અને તેના સાથી મિત્રો કિશોરીને પ્રથમ બામણગામ લઇ ગયા હતા. ત્યાંથી ગોલાણા થઈને તારાપુર ચોકડી પર કિશોરીને ઉતારીને મૌલવી અને તેના મિત્રો ચાલ્યા ગયા હતા.

તાત્કાલિક તપાસમાં દોડેલી લીંબાસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ઈરફાન મલેક નામના શખ્સની અટકાયત કરી હતી. ઈરફાનને શનિવારે નડિયાદની સ્પેશીયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જયારે લીંબાસી આરોગ્ય કેન્દ્રમાં કિશોરીનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. કિશોરીને વધુ મેડીકલ ચેકઅપ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

લવ જેહાદના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. જેને લઈને હિંદુઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લવ જેહાદમાં ખાસ કરીને કિશોરીઓને જ ફસાવવામાં આવે છે અને ટોળકી દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવે છે.

error: Content is protected !!