તબીબી સેવાઓને ‘આવશ્યક સેવા’ જાહેર કરાઇ હોઇ તમામ તબીબી અધિકારીઓ-તજજ્ઞોને માસ સી.એલ.માં નહીં જોડાવા અપિલ

ગાંધીનગર: હાલની પરિસ્થિતિમાં રાજ્યની પ્રજાની આરોગ્ય વિષયક સેવા અને તેમની પરિસ્થિતિને ધ્યાને લઇ ગુજરાત આવશ્યક સેવા જાળવણી અધિનિયમ હેઠળ તબીબી સેવાઓને’આવશ્યક સેવા’જાહેર કરાઈ હોવાથી રાજ્યની સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા તમામ તબીબી અધિકારીઓ- તજજ્ઞોને માસ સી.એલ.માં નહીં જોડાવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઈન સર્વિસ તબીબોએ તા. ૧૧ થી ૧૩ સપ્ટેમ્બરની માસ સી.એલ.નું એલાન આપ્યું છે. સ્વાઈન ફ્લુ, અતિવૃષ્ટિ પછીની સ્થિતિ અને પાણીજન્ય રોગોની સ્થિતિમાં તબીબોને માસ સી.એલ.પર નહીં જવા અનુરોધ કરાયો છે. માસ સી.એલ. પર જનારા તબીબો સામે ગુજરાત આવશ્યક સેવા જાળવણી અધિનિયમ ૧૯૭૨ ના ભંગ બદલ જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

 

error: Content is protected !!