19મી નવેમ્બરથી યોજાનાર ઐતિહાસિક વૌઠાના મેળાના આયોજન માટે ગાંધીનગરમાં યોજાઈ બેઠક

ધોળકા : વર્ષોની પરંપરા મુજબ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતાં ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતા ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારી માટે આજે (સોમવારે) ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં પ્રતિ વર્ષની જેમ આગામી 19મી નવેમ્બરથી યોજાનાર વૌઠાનો ઐતહાસિક મેળો ભવ્ય રીતે યોજાય તે પ્રકારનું આયોજન કરવા ભાર મૂકાયો હતો. ખાસ કરીને આ મેળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને ગાંધી 150 અંતર્ગત ભવ્ય સ્ટોલ્સનું આયોજન કરવા માટે પણ વિચારણા કરવામાં આવી હતી.

error: Content is protected !!