પતંજલિની મેસેજિંગ એપ ‘કિમ્ભો’ને પ્લેસ્ટોરમાંથી હટાવાઈ, સુરક્ષાને લઈને હતી એનેક ખામીઓ

નવી દિલ્હી: પતંજલિએ વિવિધ વિદેશી   પ્રોડક્ટ્સની સામે સ્વદેશી પ્રોડક્ટ્સ રજુ કરવાની સાથે મેસેજિંગ એપ્લીકેશન વ્હોટ્સઅપ સામે પોતાની `સ્વદેશી’ મેસેજિંગ એપ ‘કિમ્ભો (Kimbho)’  ગઈકાલે (30 મે, બુધવારે) લોન્ચ કરી હતી. જોકે, આ એપ્લીકેશન લોન્ચ કર્યાના  એક દિવસમાં જ તેને એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે.  એપ્લીકેશનને અપગ્રેડ કરીને ફરી પાછી મૂકવામાં આવશે. એપ્પલના આઈઓએસ સ્ટોરમાં એપ્લીકેશન હાલ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા નિષ્ણાતોના કહેવા પ્રમાણે એપ્લીકેશનમાં સુરક્ષાને લઈને કેટલીક સમસ્યા હતી.

નોંધનીય છે કે, એપ્લીકેશનની  વેબસાઇટમાં પણ પ્રવેશ થઇ શકતો નથી. વેબસાઈટ પર લોગીન કરતા તેમાં એવો મેસેજ આવે છે કે, ‘કિમ્ભો’માટે અમે અત્યંત ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા છીએ. અમે અમારા સર્વરને અપગ્રેડ કરવાની પ્રોસેસ કરી રહ્યા છીએ અને પછી તરત પાછા આવીશું. અગવડતા બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ. પરંતુ મહેરબાની કરીને રાહ જૂઓ.’

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (બુધવારે) જ ‘કિમ્ભો’ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. ‘કિમ્ભો’નો સંસ્કૃત અર્થ થાય છે  `What’s up?’. આ એપ્લીકેશનને  પ્લેસ્ટોરમાંથી દૂર કરવામાં આવ્યા બાદ  આ નામની અને સમાન લોગો ધરાવતી અનેક ફેક એપ્લીકેશન પણ પ્લેસ્ટોરમાં જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, ફ્રેન્ચ સિક્યોરિટી રીસર્ચ ઇલિયટ એન્ડરસને સંખ્યાબંધ ટ્વીટસ પોસ્ટ કરીને એપમાં સિક્યોરિટીને લગતી ખામીઓ દર્શાવી છે. તેણે એવું પણ જણાવ્યું છે કે, આ એપ મૂળભૂત રીતે અન્ય એક મેસેજિંગ એપ બોલો (Bolo)ની કોપી છે. આ એ જ સિક્યોરિટી રીસર્ચર છે કે જેણે આધારમાં સિક્યોરિટીના રિસ્કનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.

error: Content is protected !!