મેથી, મરચાં અને પનીરનું અથાણું

સામગ્રી :

લીલાં મોટાં મરચાં : ૫૦૦ ગ્રામ
મેથી : ૧૦૦ ગ્રામ
રાઇ કુરિયાં : ૫૦ ગ્રામ
પનીર : ૨૫૦ ગ્રામ
હીંગ, હળદર : થોડાં
લીંબુ : ૧૦ નંગ
તેલ : ૧૦૦ ગ્રામ
ખાંડ,મીઠું : સ્‍વાદ મુજબ
વરીયાળી : ૫૦ ગ્રામ

બનાવવાની રીત :

સૌ પહેલાં લાંબા મરચાંને ધોઇને કોરા પાડો કાપો પાડી રાખો. મેથીદાણા શેકીને અધકચરા વાટી લો. તેલ ગરમ કરી રાઇ-મેથીનાં કુરિયાં, હિંગ, હળદર, મીઠું, લીંબુ નાંખો. તેમાં પનીર ચૂરો અને ખાંડ નાંખો. આ મિશ્રણને મરચાંમાં ભરીને રાખો. આ મરચાંને બરણીમાં ભરી દો. ઉપરથી તેલ રેડી દો. મસાલો પણ સાથે જ રહેવા દો. મરચાં નરમ થતાં ખાવા માટે વાપરવા.

error: Content is protected !!