એમજી મોટર ઇન્ડિયાએ હાલોલમાં કાર ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી/ અમદાવાદ, દેશગુજરાત: બ્રિટિશ ઓટોમોટિવ માર્કે મોરીસ ગેરેજે દેશમાં સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરવા તરફ એક પગલું આગળ ધપાવ્યું છે, જેમાં એમજી મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં હલોલ પ્લાન્ટને જનરલ મોટર્સ પાસેથી હસ્તગત કર્યો છે. કંપનીએ શુક્રવારે રૂ. 2,000 કરોડના રોકાણ સાથે ગુજરાતના હાલોલ ખાતે ભારતમાં સૌપ્રથમ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાત પ્લાન્ટમાંથી કંપની વર્ષ 2019માં તેની પ્રથમ કાર બહાર પાડશે. કંપનીએ હાલ 70 કર્મચારીઓની ભરતી કરી છે.

ચાઇનાની સૌથી મોટી ઓટોમેકર એસએઆઇસી મોટર કોર્પની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એમજી મોટર ઇન્ડિયા પાસે 2019માં તેનું પ્રથમ ઉત્પાદન શરૂ કરવાનો છે. જ્યારે એસયુવી સેગમેન્ટ એક મહત્વપૂર્ણ સેગમેન્ટ રહ્યું છે, કંપનીએ હજુ સુધી ભારતીય બજાર માટે ઉત્પાદનોનું અંતિમ રૂપ આપવાનું બાકી છે.

એમ.જી. મોટર ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ચબાએ કહ્યું હતું કે, અમે છેલ્લા અઠવાડિયે હાલોલ પ્લાન્ટ હસ્તગત કર્યો છે. ગુજરાત સરકાર સાથે કરાર કરવામાં આવ્યો છે અને જમીન ટ્રાન્સફર અને હસ્તાંતરણ પણ પૂર્ણ થઇ ગયું છે. કંપનીએ જનરલ મોટર્સ ઇન્ડિયા પાસેથી એસેટ સેલ્સ પાયા પર પ્લાન્ટ હસ્તગત કરી હતી અને તેથી, તે પ્લાન્ટમાં પોતાના નવા કર્મચારીઓની ભરતી કરવા માટે મુક્ત છે, તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!