ગોવા: એરફોર્સનું મિગ-29કે વિમાન નજીકના ખેતરમાં ઘુસી જતા આગ લાગી, ટ્રેઈની પાયલોટનો આબાદ બચાવ

પણજી: ગોવા એરપોર્ટ પર બુધવારે  મોટી દુર્ઘટના ટળી હતી. એરફોર્સનું ટ્રેઈની મિગ-29કે રનવે પરથી ઉડાન ભરવાને બદલે નજીકના ખેતરમાં ઘૂસી ગયું હતું. જોતજોતામાં વિમાનમા આગ લાગી ગઇ હતી. જોકે, મીગમાં સવાર એક ટ્રેઇની પાયલટ સહીસલામત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

માહિતી પ્રમાણે, ટેક ઓફ પહેલા મિગ વિમાન રનવે પરથી ફસકીને સીધુ બાજુના એક ખેતરમાં ઘૂસી ગયું હતું, જ્યાં વિમાનમાં આગ લાગી જતા વિમાનમાં સવાર ટ્રેઇની પાયલટ સમયસૂચકતાં વાપરી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. આ ઘટનાની સ્પષ્ટતા ગોવા વિસ્તારના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ પુનીત બહેલ દ્વારા કરવામાં આવી હતી. તેમને કહ્યું કે, ‘ટ્રેની પાયલટ નિયમિતપણે વિમાન પ્રશિક્ષણ માટે લઇ ગયો હતો. જે દરમિયાન ઘટના ઘટી હતી. ઘટના બાદ ગોવા એરપોર્ટને થોડાં સમય માટે બંધ કરી  આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.’

error: Content is protected !!