રાજપીપળા: આદિવાસી સંમેલનમાં ગયેલા મંત્રી ગણપત વસાવાનો વિરોધ, સરકારી કાર પર પત્થરમારો

રાજપીપળા: નર્મદા જિલ્લામાં રાજપીપળામાં આયોજિત આદિવાસી એકતા પરિષદ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી ગણપત વસાવાનો સ્થાનિક આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા તેને સ્થળ છોડીને જવાની ફરજ પડી હતી. સંમેલનમાં ઉપસ્થિત લોકોએ વસાવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા  હતા અને આ સાથે જ સરકારી કાર પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

રાજપીપળામાં ચાલી રહેલા આદિવાસી સંમેલનમાં 15 રાજ્યોના આદિવાસીઓ ભાગ લઇ રહ્યા છે. જેમાં ગણપત વસાવાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આમંત્રણને માન આપીને આદિવાસી સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા ગણપત વસાવાથી નારાજ આદિવાસીઓએ સુત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. તેથી સ્ટેજ છોડીને ભાગવા ગયેલા ગણપત વસાવાની કારને નિશાન બનનાવતા આદિવાસીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને પગલે સિક્યુરિટી જવાનોએ તેમની ઘેરાબંધી કરીને બહાર લઈ જવા પડ્યા હતા.

error: Content is protected !!