આધાર નંબર સાથે લીંક ન હોય તેવા મોબાઈલ નંબર ફેબ્રુઆરી 2018થી બંધ

નવી દિલ્હી: કેન્દ્ર દ્વારા અડધા  ઉપર સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે. ત્યારે હવે મોબાઈલ સિમ કાર્ડ સાથે પણ આધાર કાર્ડ જોડવું અનિવાર્ય બન્યું છે. કેન્દ્રએ સિમ કાર્ડ સાથે આધાર જોડવા સમય મર્યાદા પણ નક્કી કરી દીધી છે. જો ફેબ્રુઆરી 2018 સુધીમાં સિમ કાર્ડ સાથે આધાર જોડવામાં નહીં આવે તો આધાર વિહોણા નંબર બંધ થશે.

સુપ્રીમ કોર્ટે સરકારને એક વર્ષમાં 100 કરોડથી વધારે મોબાઈલ અને ટેલિફોન ઉપભોક્તાની ઓળખ નક્કી કરવા માટેની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. વધુમાં ગ્રાહકોની સ્થિતિ પારદર્શક કરવા માટે આધાર કાર્ડને સિમ કાર્ડ સાથે જોડવા માટે પણ આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, એક વર્ષની અંદર સિમકાર્ડ અને આધાર કાર્ડને જોડવાની કામગીરી આટોપી લેવામાં આવશે. સુપ્રીમે આ મામલે આશંકા વ્યકત કરી હતી કે, જો સિમકાર્ડ રાખનારા લોકોની ઓળખ ન થઈ શકે તો સિમકાર્ડનો ઉપયોગ છેતરપિંડી આચરીને રૂપિયા ઉલેચવા માટે થઈ શકે છે.

error: Content is protected !!