વડોદરામાં થશે મોબાઈલ વોટર એટીએમનું લોકાર્પણ

વડોદરા, દેશગુજરાત: વડોદરા સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત મોબાઈલ વોટર એટીએમનું મુખ્યમંત્રીના હસ્તે 14મી ઓગસ્ટે લોકાર્પણ કરવામાં આવશે.

લોકાર્પણ કરવામાં આવનાર 20 મોબાઈલ વોટર એટીએમની સુવિધા સયાજીગંજ, કારેલીબાગ, અલકાપુરી અને તેની આસપાસના વિસ્તારોમાં શરુ થશે. વોટર એટીએમ દ્વારા પેપર ગ્લાસમાં 300 એમએમ મિનરલ વોટર રૂ.1માં અને ખાલી બોટલ લઈને જનાર વ્યક્તિને રૂ.5માં 1 લીટર પાણી મળશે.

એક એટીએમમાં 1000 લીટર મળી કુલ 20 એટીએમ દ્વારા દરરોજનું 2 લાખ લીટર પાણીનું વેચાણ કરવામાં આવશે. નોંધનીય છે કે, પાણીની ચકાસણી બાદ સ્વચ્છતાનું સર્ટીફીકેટ દરેક મોબાઈલ એટીએમ સેન્ટર પર લગાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ એસટી ડેપો, અલકાપુરી, રાત્રી બજાર,આરસી દત્ત રોડ વગેરે સ્થળોને સ્માર્ટ સીટી વિસ્તાર બેઝમાં સમાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ વિસ્તારમાં વોટર એટીએમની સુવિધા પહેલા શરુ કરવાનું આયોજન છે. પરંતુ હજુ ચોક્કસ લોકેશન નક્કી કરવામાં આવ્યા નથી.

error: Content is protected !!