ઇઝરાયેલમાં નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સ્વાગતઃ નેતનયાહૂ પોતે એરપોર્ટ પર પહોંચ્યા

તેલ અવિવ, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી મીનીટો પૂર્વે જ્યારે ઈઝરાયેલના પાટનગર તેલ અવિવના બેન ગુરીયન એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઈતિહાસ સર્જાયો હતો. વડાપ્રધાન મોદી દેશની આઝાદીના સિત્તેર વર્ષના ઇતિહાસમાં પ્રથમ વડાપ્રધાન બન્યા છે જેમણે ઇઝરાયેલની મુલાકાત લીધી છે.

વડાપ્રધાન મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુ વચ્ચે અંગતરીતે પણ ખુબ સારા સંબંધો છે અને અમેરિકન રાષ્ટ્રપતિઓ અને પોપ સિવાય આજે પહેલીવાર કોઈ અન્ય દેશના રાષ્ટ્રાધ્યક્ષનું સ્વાગત કરવા માટે ઇઝરાયેલના વડાપ્રધાન એરપોર્ટ ગયા હતા. આ મુલાકાત ઇઝરાયેલ માટે કેટલી મહત્ત્વની છે તે એ હકીકતથી સાબિત થઇ ગઈ છે કે નેતનયાહુએ તેમના કોટ પર ઇઝરાયેલ અને ભારતના રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ સમાન બ્રોચ પહેર્યો હતો.

Netanyahu broach

વડાપ્રધાન મોદીનું પ્લેન લેન્ડ થયા બાદ તેમનું પહેલા લાલ જાજમ પાથરીને અને બાદમાં ગાર્ડ ઓફ ઓનર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્લેનમાંથી ઉતરતાં જ વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નેતનયાહુ એકબીજાને ભેટી પડ્યા હતા.

વડાપ્રધાન મોદીના સ્વાગતમાં પોતાનું ઉદ્બોધન શરુ કરતા બેન્જામીન નેતનયાહુએ હિન્દીમાં ,”ઇઝરાયેલ મેં આપકા સ્વાગત હૈ, મેરે દોસ્ત” કહ્યું હતું. બાદમાં નેતનયાહુએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “અમે ભારતને પ્રેમ કરીએ છીએ, અમે તમારી સંસ્કૃતિ, ઈતિહાસ, લોકશાહી અને વિકાસ પ્રત્યેની કટિબધ્ધતાનું સન્માન કરીએ છીએ. મને જીવનના સાચા ગણિત, અને આપણી ભાગીદારીના ઘણાબધા કારણો પર વિશ્વાસ છે. આપણે એક સાથે સારી રીતે વિકાસ કરી શકીએ છીએ.

સફળતાની ફોર્મ્યુલા એકદમ સરળ છે, એ I squared and T squared, જે ભારતીય ટેલેન્ટ અને ઈઝરાયેલી ટેકનોલોજીનો સરવાળો છે જે ભારત-ઇઝરાયેલ ભાગીદારીને આવતીકાલ માટે બરોબરી પર લાવે છે. અમે તમારી લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, અમે 70 વર્ષથી તમારી રાહ જોઈ રહ્યા હતા, તમારી આ યાત્રા ખરેખર ઐતિહાસિક છે. અમે તમારું બંને હાથ ખોલીને સ્વાગત કરીએ છીએ.

આપણે સહુથી પહેલા યુનાઇટેડ નેશન્સ ખાતે મળ્યા હતા અને પછી પેરિસમાં પણ મળ્યા હતા અને આપણે બાદમાં પણ ટેલીફોન પર પણ ઘણી ચર્ચા કરી છે.

તમે કહો છો કે જ્યારે ભારત ઇઝરાયેલ સંબંધોની વાત આવે છે ત્યારે આકાશ તેની હદ છે, પરંતુ હવે તો આકાશ પણ હદ નથી રહી કારણકે આપણે સાથે મળીને અવકાશ કાર્યક્રમો કર્યા છે અને વધુને વધુ ઉંચાઇ આંબી રહ્યા છીએ.

આ ઉપરાંત નેતનયાહુએ પાણી, કૃષિ, સુરક્ષા, ઉર્જા અને બીજા અન્ય ક્ષેત્રો માટેની મોટી ભાગીદારી તથા ઇનોવેશન માટેના 40 મિલિયન ડોલર્સના ભંડોળની પણ ચર્ચા કરી હતી.

કેલીફોર્નીયામાં આવેલી સિલિકોનવેલીમાં બે ભાષાઓ બોલાય છે જે હિન્દી અને હિબ્રુ છે. ભારતના યહૂદીઓ અને ભારતીય મૂળના એક લાખ ઈઝરાયેલીઓ બંને દેશોને જોડતા સેતુનું કાર્ય કરી રહ્યા છે તેમ પણ નેતનયાહૂએ કહ્યું હતું.

છેલ્લે નેતનયાહુએ કહ્યું હતું કે,”તમે ભારતના અને વિશ્વના મહાન નેતા છો. તમારી ઇઝરાયેલ મુલાકાત તેનું પ્રમાણપત્ર છે.”

Modi Netanyahu 2

બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ મારું સન્માન છે કે હું ઇઝરાયેલની આ અભૂતપૂર્વ મુલાકાતે આવનારો ભારતનો પ્રથમ વડાપ્રધાન છું. હું મારા મિત્ર વડાપ્રધાન નેતનયાહુનો તેમણે ઉષ્મા સાથે આપેલા આમંત્રણ અને આવકાર માટે ધન્યવાદ કરવા માંગુ છું. મારી આ મુલાકાત એ આપણી સંસ્કૃતિ વચ્ચે રહેલી સદીઓ જૂની કડીની ઉજવણી છે.

ઇઝરાયેલના લોકોએ લોકશાહીના સિધ્ધાંતો પર એક રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. તેમણે તેની મહેનતથી અને સંશોધનો દ્વારા સંભાળ લીધી છે. પડકારોને તકોમાં ફેરવી આખી છે. ભારત તમારી સિધ્ધિઓની પ્રસંશા કરે છે. આજે 4 જુલાઈ છે. બરોબર 41 વર્ષ પહેલા ઓપરેશન એન્ટબી હેઠળ તમારા વડાપ્રધાન અને મારા મિત્રે તેના મોટા ભાઈને ઘણાબધા બંધકોને છોડાવવામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારત એ ખુબ જુની સંસ્કૃતિ છે પરંતુ એક યુવા રાષ્ટ્ર છે. ભારતના 800 મિલિયન લોકો 35ની નીચેના વયજૂથના છે. પ્રતિભાશાળી અને કુશળ ભારતીય યુવાવર્ગ પણ દેશને આગળ ધપાવે છે. ભારત ઇઝરાયેલને તેના મહત્ત્વના ભાગીદારોમાંથી એક ગણે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 48 કલાક લાંબી ઇઝરાયેલ મુલાકાત દરમિયાન 18 કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રમુખ એરિયલ શેરોન એવા પ્રથમ ઈઝરાયેલી પ્રમુખ હતા જેમણે ભારતની મુલાકાત લીધી હતી. આ ઘટના ભાજપની આગેવાની હેઠળની NDA સરકાર જેના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા તે દરમિયાન ઘટી હતી.

એરપોર્ટ પર સ્વાગત સમારોહ બાદ વડાપ્રધાન મોદી સીધા જ ડાન્ઝીગર ફ્લોરીકલ્ચર પ્રોડક્શન યુનિટની મુલાકાતે પહોંચ્યા હતા.

Related Stories

error: Content is protected !!