મોદીએ ઇઝરાયેલના પ્રવચનમાં અમદાવાદના મણિનગરની બેસ્ટ સ્કૂલનો ઉલ્લેખ કર્યો

તેલ અવીવઃતેલ અવીવમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ પાછલી રાત્રિએ ઇઝરાયેલના વડાપ્રધાન નેતનયાહૂ સાથે અઢી વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને બેઠા હતા. મોદીએ નેતનયાહૂના ભારતીય ભોજન પરત્વેના પ્રેમના વખાણ કરતા કહ્યું કે ગત રાત્રે તેમણે જે ભારતીય વ્યંજન ખવડાવ્યા તે યાદગાર હતા. મોદીએ ઇઝરાયેલને પ્રદાન કરનારા ભારતીયોને વિસ્તૃત રીતે યાદ કર્યા હતા અને તેમાં અમદાવાદમાં આવેલી બેસ્ટ સ્કૂલનો પણ ઇઝરાયેલના પ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર બેસ્ટના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો.

“ભારત અને ઇઝરાયેલ સદીઓથી એકબીજા સાથે ગહેરાઇથી જોડાયેલા છે. મને કહેવામાં આવ્યું છે કે મહાન ભારતીય સૂફી સંત બાબા ફરીદે તેરમી સદીમાં જેરુસલમમાં રહીને એક ગુફામાં લાંબી સાધના કરી હતી. બાદના દિવસોમાં આ જગ્યા એક પ્રકારે તીર્થસ્થળમાં પરિવર્તિત થઇ ગઇ. આજે પણ આ જગ્યા જેરુલસેમ અને ભારતના આઠસો વર્ષ જૂના સંબંધોનું એક પ્રતીક બની છે. 2011માં ઇઝરાયેલના કેરટેકર શેખ અન્સારીજીને પ્રવાસી ભારતીય સન્માન પણ આપવામાં આવ્યું હતું જેમને મળવાનું મને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું.”

“ભારત – ઇઝરાયેલનો આ સાથ પરંપરાનો છે, સંસ્કૃ તિનો છે અને એકમેક પ્રત્યે ભરોસા અને મિત્રતાનો છે. ભારતમાં હોળી મનાવાય છે તો અહીં પરીદ મનાવાય છે. ભારતમાં દિવાળી મનાવાય છે તો અહીં હનુગા મનાવાય છે. મને એ જાણીને બહુ ખુશી થઇ કે જ્યુઇશ પુનરુત્થાન પ્રતિ મેકાવીયા ગેમ્સનું કાલે ઉદઘાટન થઇ રહ્યું છે અને હું ઇઝરાયેલના લોકોને આની વધાઇ આપું છુ. ભારતે પણ આ જયુઇશ ઓલમ્પિક ગેમ માટે પોતાની ટીમ મોકલી છે અને ભારતીય ટીમના ખેલાડી પણ અહીં મોજૂદ છે જેમને મારી ઘણી શુભકામનાઓ છે.”

“ઇઝરાયેલની વીર ભૂમિ ઘણા વીર સપૂતો અને તેમના બલિદાનોથી સિંચીત થઇ છે. અહીં ઘણા એવા પરિવારો હશે જેમની પાસે આ સંઘર્ષ અને બલિદાનની પોતપોતાની ગાથાઓ હશે. આ શૌર્ય ઇઝરાયેલના વિકાસનો આધાર રહ્યો છે. કોઇપણ દેશનો વિકાસ એની સાઇઝ નહીં પરંતુ તેના નાગરિકોની સ્પીરીટ, ખુદ પર ભરોસા દ્વારા નક્કી થાય છે. સંખ્યા અને આકાર એટલું મહત્વ નથી રાખતા એ ઇઝરાયેલી કરીને દેખાડયું છે અને સાબિત કર્યું છે. આ પ્રસંગે હું સેકન્ડ લેફટનન્ટ એલીશને પણ શ્રદ્ધાંજલિ આપું છું જેમને ઇઝરાયેલ સરકારે રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન બદલ સર્ટીફીકેટ ઓફ ગેલેન્ટરીથી સન્માનિત કર્યા હતા. બ્રિટીશ કાળમાં તેમણે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં કામ કર્યું હતું અને પ્રથમ વિશ્વયુદ્ધમાં હાઇફાને આઝાદ કરવામાં પણ ભારતીય સૈનિકોની અહમ ભૂમિકા રહી. અને મારું સૌભાગ્ય છે કે હું એ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હાઇફા જઇ રહ્યો છું. કાલે રાત્રે મારા મિત્ર નેતનયાહૂના ઘરે જમવા ગયો હતો. પારિવારિક વાતાવરણ હતું. અઢી વાગ્યા સુધી અમે ગપ્પા માર્યા અને તેમણે નીકળતી વખતે એક તસવીર આપી જેમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોએ જેરુસલમને આઝાદ કરાવ્યું હતું તેનું ચિત્ર હતું.”

“લેફટનન્ટ જેકબના પૂર્વજો બગદાદથી ભારત આવ્યા હતા. બાંગ્લાદેશ તેની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો હતો ત્યારે લેફટનન્ટ જેકબે જ પાકિસ્તાનના નેવુ હજાર સૈનિકોને કેદ કરવામા પોતાની ભૂમિકા નિભાવી હતી.”

“યહૂદીઓ ભારતમાં ખૂબ ઓછી સંખ્યામાં રહ્યા છે પરંતુ જે પણ ક્ષેત્રમાં રહ્યા છે પોતાની ઉપસ્થિતિ બહુ જ ગૌરવપૂર્ણ રીતે નોંધાવી છે. પોતાની મહેનત અને ઇચ્છાશક્તિના બળ પર તેઓ આગળ વધ્યા છે અને એક મુકામ હાંસલ કર્યો છે.”

“આજે આ ભવ્ય કાર્યક્રમમાં ઇઝરાયેલના વિવિધ શહેરોના મેયર પણ આવ્યા છે. ભારત પરત્વેનો તેમનો સ્નેહ તેમને અહીં ખેંચી લાવ્યું છે. ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં પણ યહૂદી સમુદાયના એક મેયર 1938માં થયા હતા અને તેમણે ગૌરવપૂર્ણ જવાબદારી નિભાવી હતી.”

“ભારતમાં પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે ઓલ ઇન્ડિયા રેડિયોની સિગ્નેચર ટયૂન એક યહૂદી શ્રીમાન કોકમેને કમ્પોઝ કરી હતી. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઇ મથકમાં કામ કરતા હતા.”

“મને એ જાણીને ખૂબ ખુશી થઇ કે ઇઝરાયલેમાં મરાઠી ભાષાની એક પત્રિકા માય બોલીનું લગાતાર પ્રકાશન થાય છે. એ જ રીતે કોચીનથી આવેલા યહૂદીઓ ઓણમ પણ ખૂબ ધૂમધામથી મનાવે છે. બગદાદથી ભારત આવીને રહેલા અને અહીં વસેલા બગદાદી યહૂદી સમાજના પ્રયત્નોનું પરિણામ છે કે પાછલા વર્ષે બગદાદી યહૂદીઓ વિશે પહેલો આંતતરાષ્ટ્રીય સિમ્પોઝીયમ યોજાયો હતો.”

“ભારતથી આવેલા યહૂદી ભાઇ બહેનોએ રેગિસ્તાનને હરિયાળુ બનાવાના પ્રથમ વડાપ્રધાનના સ્વપ્નને પરિપૂર્ણ કરવા અથાગ મહેનત કરી હતી.”

“દરેક હિન્દુસ્તાની આપ પર ગૌરવ કરે છે.”

“ભારતીય સમુદાયે ઇઝરાયેલના કૃષિ વિકાસમાં યોગદાન આપ્યું છું. હું ઇઝરાયેલના પ્રસિદ્ધ એગ્રીકલ્ચરીસ્ટને મળ્યો આજે અહીં આવતા પહેલા. તેમને 2005માં પ્રવાસી ભારતીય સન્માન અપાયું હતું. આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ ઇઝરાયેલી હતા. ભારતે અહીં હેલ્થ સેક્ટરમાં પણ પોતાની છાપ છોડી છે. ઇઝરાયેલના ડો. લોયન બેસ્ટ મારા હોમસ્ટેટ ગુજરાતમાંથી છે. અમદાવાદના મણિનગરની બેસ્ટ હાઇસ્કૂલનું નામ જેઓ ગુજરાતના છે તેમણે સાંભળ્યું છે. ડો. બેસ્ટ અહીંના પ્રસિદ્ધ કાર્ડિયો સર્જન છે અને તેમનું આખું જીવન માનવ સમાજની સેવા સાથે જોડાયેલું છે.”

“આજે આ અવસર પર હું ઇઝરાયેલના પૂર્વ રાષ્ટ્રપતિ અને અહીંના મહાન નેતા શેમોન પેરેઝને પણ શ્રદ્ધાંજલિ આપવા માંગું છું. મને તેમને મળવાનું સૌભાગ્ય મળ્યું હતું. તેઓ માનવતાની બહેતરી માટે અથગ પરિશ્રમ કરવાવાળા સ્ટેટસમેન હતા. ઇઝરાયેલમાં ઇનોવેશનની તાલીમ બહુ શરુઆતમાં જ મળવા માંડે છે. ઇનોવેશન પ્રતિ ઇઝરાયેલની ગંભીરતા એનાથી સાબિત થાય છે કે હજુ સુધી બાર ઇઝરાયેલીઓને અલગ અલગ ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર મળી ચૂક્યા છે. કોઇપણ રાષ્ટ્રના વિકાસમાં ઇનોવેટીવ સોચનું મહત્વ છે એ ઇઝરાયેલને જોઇને માલૂમ પડે છે. જીયો થર્મલ પાવર હોય, સોલર પેનલ હોય, એગ્રો બાયો ટેકનોલોજી હોય, સિક્યુરીટીનું ક્ષેત્ર હોય, કેમેરાની ટેકનીક હોય, કોમ્પ્યુટર પ્રોસેસર હોય, આવા અનેક ક્ષેત્રોમાં ઇઝરાયેલે પોતાના ઇનોવેશનથી મોટા મોટા દેશોને પાછળ છોડ્યા છે, પોતાની ધાક જમાવી છે.”

“અહીં ભણતા છસો વિદ્યાર્થીઓ ભારત અને ઇઝરાયેલ વચ્ચે બ્રીજ તરીકે છે. સાયન્સ, ઇનોવેશન અને રિસર્ચ જ બે દેશો વચ્ચેના સંબંધોના ભવિષ્યનો મુખ્ય આધાર રહેવાના છે. કેટલાક કલાક પહેલા મારી મુલાકાત મોશે સાથે થઇ. આ મિટીંગે મુંબઇના હુમલાની યાદ અપાવી. આતંકવાદ પર જીવવાનો ઉત્સાહ કેવો વિજયી નીવડે તેનું તે ઉદાહરણ છે. ઇઝરાયેલમાં રહેવાવાળા ભારતીયો સેવા શોર્ય અને સદભાવના પ્રતીક છે. દેશના અલગ અલગ ભાગોમાંથી આવીને અહીં આવી આપે જે રીતે સેવાભાવથી કામ કર્યંુ છે તે દરેક ઇઝરાયેલવાસીનું હદય જીતવાવાળું કામ છે.”

error: Content is protected !!