મોદી- નેતન્યાહુ 17 જાન્યુઆરીએ ગુજરાત મુલાકાતે આવે તેવી શક્યતા

ગાંધીનગર, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઇઝરાયેલી પ્રતિનિધિ બેન્જામિન નેતન્યાહુ 17 મી જાન્યુઆરીએ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવે શકે છે. ગુજરાતની મુલકાતે આવનાર આ પ્રથમ ઇઝરાયેલી વડાપ્રધાન હશે. ગુજરાતના પુત્ર નરેન્દ્ર મોદી  રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે પણ ઇઝરાયેલની મુલાકાત લઇ ચુક્યા છે.

કેન્દ્રના વિદેશ મંત્રાલયે ગુજરાત સરકારને જણાવ્યું છે કે, બંને વડાપ્રધાનો 17 જાન્યુઆરી બુધવારે અમદાવાદની મુલાકાતે આવશે.

અગાઉ 14-15 જાન્યુઆરીના ઉત્તરાયણના દિવસે અથવા તેના આસપાસના દિવસોમાં આ મુલાકાતની ગોઠવણ કરવામાં આવી હતી. પતંગ ઉત્સવ ફેસ્ટીવલમાં બંને વડાપ્રધાનો ભાગ લે તેવી યોજના હતી. પરંતુ હવે બંને નેતા 17 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે તેમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.

બંને વડાપ્રધાનો તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સાણંદ નજીક આઇક્રિએટ સ્ટાર્ટઅપ ફેસીલીટેશન  કેન્દ્રની મુલાકાત લે તેવી શક્યતા છે.

Related Stories

error: Content is protected !!