મોદીનું વડનગર દિવાળી પહેલા ડીજીટલ થશે

વડનગર, દેશગુજરાત: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગૃહનગર વડનગરને આ વર્ષે દિવાળીની એક યાદગાર ભેટ મળવા જઈ રહી છે. દિવાળી અગાઉ વડનગર અને તાલુકાના 43 ગામો ડીજીટલ વિલેજ યોજના હેઠળ ડીજીટલ થવા જઈ રહ્યા છે.

મહેસાણા જીલ્લા કલેક્ટર આલોક પાંડેના જણાવ્યા અનુસાર સમગ્ર તાલુકો સૂર્યઉર્જાથી સુસજ્જ પણ થશે. શ્રી પાંડેએ એમ પણ ઉમેર્યું હતું કે વડનગર રેલ્વે સ્ટેશન અને શર્મિષ્ઠા તળાવ જેવા મહત્ત્વના સ્થળો ફ્રી વાઈ-ફાઈ ધરાવતા વિસ્તારો પણ બનશે. આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ ‘ઈ ગ્રામ’ યોજના હેઠળ ડીજીટાઈઝ થશે.

આ સમગ્ર પ્રોજેક્ટ માટે નેશનલ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. કનેક્ટિવિટી સંપૂર્ણપણે સ્થપાઈ ગયા બાદ સોલર પેનલ દ્વારા સૂર્યઉર્જા પણ ઉત્પન્ન કરવામાં આવશે.

આ ઉપરાંત વડનગરને મેડીકલ કોલેજ પણ મળશે.

‘ડીજીટલ વડનગર’ ને મળનારી સુવિધાઓ:

  • ટેલી-મેડીસીન સુવિધા: સુપર સ્પેશીયાલીટી હેલ્થ સર્વિસીઝ મળશે
  • ટેલી-એગ્રી સુવિધા: ખેતી અંગેની મહત્ત્વની માહિતી ખેડૂતોને આપવામાં આવશે.
  • ટેલી-એજ્યુકેશન સુવિધા: રોજગારી, કૌશલ્ય વિકાસ માટે ખાસ કેન્દ્ર બનાવવામાં આવશે જે રોજગારલક્ષી પ્રવૃત્તિઓ કરશે.

error: Content is protected !!