મોહન ભાગવત ત્રિદિવસીય વ્યાખ્યાનમાં ‘ભવિષ્યનું ભારત: આરએસએસ પરિપ્રેક્ષ્ય’ વિષય પર યુવાનો સાથે કરશે સંવાદ

નવી દિલ્હી: 17 થી 19 મી સપ્ટેમ્બર સુધી, આરએસએસના વડા મોહન ભાગવત, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં, દેશના અશિક્ષિત નાગરિકો સાથે સંવાદ કરશે. આ માટે 3-દિવસના  વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો વિષય  ‘ભવિષ્યનું ભારત: આરએસએસ પરિપ્રેક્ષ્ય’ રહેશે. આ દ્વારા તેઓ દેશના પ્રબુદ્ધ યુવાનોને સંઘની વિચારધારાથી વાકેફ કરશે.

આ માહિતી આરએસએસના ઓલ-ઇન્ડિયા પ્રચારના પ્રમુખ અરુણ કુમારે સોમવારે આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત આજે દુનિયામાં તેના વિશેષ સ્થાનને પ્રાપ્ત કરવા માટે અગ્રીમ છે. આ સાથે જ  સંસ્કારી વર્ગ રાષ્ટ્રીય મહત્વના જુદા જુદા વિષયો પર સંઘના વલણને જાણવા માટે ઉત્સુક હોય તેવા અનુભવ થઇ રહ્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં, આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. સરસંધચાલક મોહન ભાગવત રાષ્ટ્રીય મહત્વના વિવિધ સમકાલીન મુદ્દા પર દરેકની સામે સંઘના વિચારને રજૂ કરશે.

error: Content is protected !!