સાપુતારામાં થયો મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ, એક મહિના સુધી યોજાશે રંગારંગ કાર્યક્રમો

ડાંગ, દેશગુજરાત: અદ્દભુત કુદરતી સૌંદર્યનો ખજાનો ગણાતા સાપુતારામાં 12  ઓગસ્ટથી મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દરવર્ષે સાપુતારામાં 1 મહિના સુધી મોન્સુન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પામન 12 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી ફેસ્ટીવલ યોજવામાં આવી રહ્યો છે. 12 ઓગસ્ટ શનિવારે સાંજે 4:30 વાગ્યે રાજ્યના પ્રવાસન મંત્રી ગણપત વસાવાના હસ્તે મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.સાપુતારામાં આવેલા બોટ હાઉસ ગ્રાઉન્ડમાં આયોજિત મોન્સુન ફેસ્ટીવલનું ઉદ્દઘાટન કરાયું તે પહેલા રેકડી બજારનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ફેસ્ટીવલના પ્રારંભ તોરણ હિલ રિસોર્ટ સામે ફ્લેગ ઓફ પરેડ તેમજ રંગારંગ કાર્યક્રમો વચ્ચે થયો હતો.

error: Content is protected !!