મગ-મેથીનું અથાણું

સામગ્રી :

મગ : ૨૫૦ ગ્રામ
લીંબુ : ૩ નંગ
મેથી : ૧૫૦ ગ્રામ
મીઠું : સ્‍વાદ મુજબ
લીલાં મરચાં : ૨ નંગ
તેલ : પ્રમાણસર
હિંગ : ૨ ગ્રામ
લસણ : ૩ કળી

બનાવવાની રીત :

સૌ પહેલાં મગ-મેથી બંનેને એક રાત પલાળી દો. પછી કોરી પાડો. કડાઇમાં તેલ ગરમ કરી હિંગ નાંખો. મરચાનાં ટુકડા અને મગ-મેથી નાંખો. લીંબુનો રસ નાંખો. લસણ પણ નાંખો. તે ઠંડું પડતાં બરણીમાં ભરો અને બીજા દિવસે કાચું તેલ રેડો. ૫ દિવસ તડકો આપવો તેથી તે બની જશે

error: Content is protected !!