વન્યજીવન સપ્તાહ જાગરૂકતા કાર્યક્રમને લઈને મોરારીબાપુ જંગલમાં હતા: વન વિભાગ

જુનાગઢ, દેશગુજરાત: ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતના  ઉત્તર રેંજ ફોરેસ્ટ ઓફિસર એસ.ડી.તિલલાએ કહ્યું કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે વન્યજીવન સપ્તાહની ઉજવણીને લઈને વન વિભાગ દ્વારા રામ કથાકાર મોરારીબાપુને જંગલમાં પ્રવેશવાની પરવાનગી  આપવામાં આવી હતી.

મોરારી બાપુએ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન કેટલાક સિંહો તેમના માર્ગ પર દેખાયા હતા. તે સમયે વન વિભાગનો સ્ટાફ તેમની સાથે હતો.

વન વિભાગના નિયમોના કથિત ઉલ્લંઘન અંગેના વિવાદ બાદ વન વિભાગે આ સ્પષ્ટતા કરી છે.

એક ‘આરટીઆઇ કાર્યકર્તા’ ભણુભાઈ ઓડેદરાએ મોરારી બાપુની જંગલની મુલાકાત અને જંગલના અધિકારીઓ સાથે ‘સિંહ દર્શન’ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો.

કાર્યકર્તાએ એવો દાવો કર્યો હતો કે, મોરારી બાપુ અને તેમની સાથેના 10 અન્ય વ્યક્તિઓએ 8 અને 9મી  ઓક્ટોબરે સિંહ દર્શન કર્યું હતું, જેના પગલે વન અધિકારીઓએ એક દિવસ અગાઉ લોકેશન સર્ચ કર્યું હતું.

ઓડેદરાએ તેમના પત્રમાં મોરારી બાપુની તસવીર પણ રજુ કરી છે. આ તસવીરમાં  મોરારી બાપુ દૂરથી સિંહને જોતા નજરે પડે છે.

ઓડેદરાએ કહ્યું, 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી જાહેર મુલાકાતીઓને જંગલમાં પ્રવેશવાની મંજુરી નથી, કારણ કે આ સમયમાં  સિંહોની મેટીંગ સિઝન હોય છે.

error: Content is protected !!