રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી- પેન્શનરોને એક ટકા મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે: નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર:  રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી અને પેન્શનરોને ૧ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્ય સરકારને ૨૭૩ કરોડ રૂપિયાનો વધારાનો બોજ ઉપાડવો પડશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના અધિકારી / કર્મચારીઓના હિત માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. રાજય સરકારના અધિકારી / કર્મચારીઓ તેમજ પેન્‍શનરોને મળી કુલ-૮,૨૦,૭૬૪ અધિકારી / કર્મચારીઓને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરીને પગાર અને પેન્‍શન ચુકવવામાં આવી રહ્યુ છે. તેના ઉપર હવે આ એક ટકા મોંઘવારી ભથ્થું તા.૦૧.૦૭.૨૦૧૭ થી રોકડમાં ચુકવવામાં આવશે.

error: Content is protected !!