અમદાવાદ મહાનગર પાલિકા અને ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે એમઓયુ

ગાંધીનગર:અમદાવાદ મહાનગર માં આગામી 5 વર્ષ 2019 થી 2024 દરમ્યાન પર્યાવરણ જાળવણી અને ક્લાઈમેટ ચેંજ મેનેજમેન્ટ માટે 7000 કરોડ ના રોકાણ લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગર પાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રુપ ની ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની ઉપસ્થિતી માં એમ ઓ યુ સંપન્ન થયા છે

આ એમ ઓ યુ અંતર્ગત આઇ એફ સી અમદાવાદ શહેર ને ક્લાઈમેટ ચેંજ થી થતી આડ અસરો તેમજ પ્રદૂષણ ઘટાડવા અંગેની સ્ટ્રેટેજી માટે મહાપાલિકા ના નાણાકીય સ્ત્રોત નો સુચારુ ઉપયોગ કરવાની દિશા માં ટેકનીકલ સપોર્ટ આપશે

એટલું જ નહીં ઈ મોબિલિટી ગ્રીન બિલ્ડિંગ્સ રિન્યુએબલ એનર્જી ટ્રાન્સપોર્ટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ તથા વેસ્ટ ટુ એનર્જી જેવા વિષયો માં પણ ટેક્નિકલ સહાય કરશે

ટેક્નિકલ ડિઝાઇન અને નાણાકીય સહાય માટે પી પી પી ધોરણે મદદ આપશે

આ એમ ઓ યુ ને પરિણામે અમદાવાદ મહાનગર દેશભરમાં પર્યાવરણ જાળવણી પ્રદુષણ નિયંત્રણ અને લો ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ ડેવલમેન્ટ સ્ટ્રેટેજી ના અમલ માં મોડેલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ગતિ મળશે

આ એમ ઓ યુ સાઇનિંગ વેળા એ અમદાવાદ ના મેયર બીજલ બહેન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભાઈ પક્ષ ના નેતા અમિત ભાઈ શાહ તેમજ મુખ્ય મંત્રી ના અગ્ર સચિવ એમ કે દાસ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પુરી મ્યુ.કમિશનર વિજય નહેરા તેમજ મહાપાલિકા ના નાયબ કમિશ્નરો અને આઇ એફ સી ના પ્રતિનિધિઓ

Related Stories

error: Content is protected !!