ફ્રાંસના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે 14 કરારો પર હસ્તાક્ષર

નવી દિલ્હી : ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શનિવારે) 14 દ્વિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી આ મુલાકાત બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે બંન્ને માત્ર લોકશાહી દેશોનાં નેતાઓ જ નથી પરંતુ અમે બે સમૃદ્ધ અને સમર્થ વારસાનાં ઉત્તરાધિકારી પણ છીએ. સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો ફ્રાન્સનાં જ મૂલ્યો નથી પરંતુ ભારતનાં સંવિધાનમાં પણ તે સમાહિત છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી રણનીતિક ભાગીદારી ભલે 20 વર્ષ જુની હોય પરંતુ અમારી સભ્યતાની ભાગીદારી સદીઓ જૂની છે. 18મી સદીથી માંડીને આજ સુધી પંચતંત્રની વાર્તાઓ, મહાભારત અને રામાયણ દ્વારા ફ્રાંસનાં વિચારકોએ ભારતનો ઉંડો અભ્યાસ કર્યો છે. રોમ્યા રોલા, વિક્ટર હ્યુગો જેવા લોકોએ ભારત પર ઉંડો અભ્યાસ કર્યો છે.

ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ કહ્યું કે, ફ્રાંસ, ભારતનો સૌથી સારો ભાગીદાર દેશ અને યુરોપમાં ભારતનાં પ્રવેશનો બિંદુ હોવો જોઇએ. તેમણે ઉમેર્યું કે, અમારો પહેલો ઉદ્દેશ્ય સંરક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ખાસ કરીનેયુવા, ઉચ્ચ શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રમાં ભારત અને ફ્રાંસની રણનીતિક ભાગીદારીનો નવો યુગ ચાલુ કરવાનો છે.

વડાપ્રધાને કહ્યું કે,  જો કોઇ બે દેશો ખભે ખભો મિલાવીને ચાલી શકે તેમ હોય તો તે માત્ર ભારત અને ફ્રાંસ છે. ફ્રાંસ અને ભારત એક જ મંચ પર ઉપસ્થિત રહીને શાંતિમય વિશ્વનાં સારા સંકેતો આપે. બંન્ને દેશોની સ્વતંત્ર અને સ્વાયત્ત વિદેશી નીતિઓ માત્ર પોતાનાં જ નહીં પરંતુ સાર્વભૌમિક મુલ્યો માટે કેન્દ્રીય હોય. તેમણે ઉમેર્યું કે, સંરક્ષણ, સુરક્ષા, અંતરિક્ષ અને હાર્ટ ટેક્નોલોજીમાં ભારત અને ફ્રાન્સની મિત્રતાનો ઇતિહાસ ઘણો લાંબો છે. સરકાર કોઇ પણ હોય પરંતુ મિત્રતાનો ગ્રાફ સતત ઉંચો ગયો છે. 2015માં ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ લોન્ય થયું હતું તો ફ્રાંસ તેમાં ખુબ જ મહત્વનાં રોલમાં હતું.

error: Content is protected !!