ફિલ્મ રીવ્યુ: હસાવતા હસાવતા બધું કહી દેશે ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’

મુંબઈ, દેશગુજરાત: ‘શુભ મંગલ સાવધાન’ ફિલ્મમાં મુદિત (આયુષ્માન ખુરાના) અને સુગંધા (ભૂમિ પેડ્નેકર )ના પ્રેમની વાર્તા છે. બંને લગ્ન કરવા માગે છે. ફિલ્મમાં બનેના લગ્ન જીવનની શરૂઆત થાય તે પહેલા સામે આવે છે એક મોટી ચિંતા. આ ચિંતા એ છે કે શું મુદિત લગ્નમાં પોતાના કર્તવ્ય પૂર્ણ કરી શકશે કે નહીં? આ ફિલ્મ 2013ની તમિલ ફિલ્મ ‘કલ્યાણ સમાયલ સાધમ’ની રીમેક છે. તમિલની આ ફિલ્મનું નિર્દેશન કરનાર આર.એસ.પ્રસન્ના જ ‘શુભ મંગલ સાવધાન’ના નિર્દેશક છે.

ખૂબીઓ

ફિલ્મની સૌથી મોટી ખૂબી છે તેનો વિષય. ફિલ્મમાં એ વિષય છે જેના સ્પર્શ માટે અત્યાર સુધી લેખક ડરતા અને શરમાતા રહ્યા છે. અને જો કોઈ લેખક આ વિષય પર હાથ અજમાવે તો પરિણામ શું હોત તે નક્કી નહોત. આ ફિલ્મના લેખક હિતેશ કેવલ્યાએ ફિલ્મના વિષયને અશ્લીલ વર્ણવ્યા વગર ખુબ જ આસાનીથી લોકો સુધી સંદેશો પહોંચાડ્યો છે. ગંભીર વિષયને પણ રમુજ દ્વારા પહોંચાડવામાં આવ્યો છે. એટલે ફિલ્મમાં મનોરંજનની સાથે સંદેશો પણ છે.

અભિનય

અભિનય વિષે વાત કરીએ તો આયુષ્માન અને ભૂમિએ પોતાના પાત્રોને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. ફિલ્મમાં સીમા પાહવા, બ્રજેન્દ્ર કાલે, ચિતરંજન ત્રિપાઠી અને નીરજ સુદેએ આ બંનેનો સારી રીતે સાથ આપ્યો છે. ફિલ્મનું સંગીત સારું છે. તનિષ્ક વાયુના સંગીત અને લીરીક્સ માટે પુરા માર્ક્સ મળે છે. આં ફિલ્મ હસાવતા હસાવતા ક્યારે અંત સુધી પહોંચી જય છે ખ્યાલ રહેતો નથી. જેનું કારણ છે, તેનું આબેહુબ સ્ક્રીનપ્લે અને ધારદાર લખાણ.

ખામીઓ

ફિલ્મમાં બંને પાત્રોના લગ્નની પહેલા રૂમની બહાર રાહ જોતા પરિવારજનોને લઈને ખામી સામે આવી છે. કારણ કે, ફિલ્મમાં જે સમાજની વાર્તા છે તેમાં આ પ્રકારની ઘટનાનું પાચન થોડું અઘરું છે. આ સાથે જ આ સીન ત્યારે આવે છે જયારે ફિલ્મની ટ્રીટમેન્ટ સચ્ચાઈ નજીક પહોંચી હોય છે. બીજી તરફ ફિલ્મનો કલાઇમેકસ થોડો કમજોર છે. કારણ કે, ફિલ્મ જે મુદ્દા પર ફિલ્મ આધારિત છે અને જે મુદ્દો તમને ફિલ્મના અંત સુધી લઇ જાય છે તેને ફિલ્માં હળવાશથી રજુ કરાયો છે. એટલે કે સમસ્યાના સમાધાનને પુરતું મહત્વ અપાયું નથી. આ જ કારણે ફિલ્મ વાસ્તવિકતાની રેખા ઓળંગીને થોડી ફિલ્મી લાગવા માંડે છે. છેલ્લે ફિલ્મની ખૂબીઓ અને ખામીઓને જોતા ફિલ્મ 3.5 સ્ટાર માટે યોગ્ય છે.

 

error: Content is protected !!