વડાપ્રધાન મોદી દ્વારા લઘુ અને મધ્યમ વ્યાપાર માટે એમ.એસ.એમ.ઈ. સપોર્ટ પોર્ટલનું અનાવરણ કરાયું, 59 મીનીટમાં મળશે 1 કરોડની લોન

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમ.એસ.એમ.ઈ. સપોર્ટ એન્ડ આઉટરીચ વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. દિલ્હીના કાર્યક્રમની સમાંતર આ પ્રકારના શુભારંભ કાર્યક્રમો દેશનાં 100 સ્થળોએ યોજાયો હતો. સુરતમાં સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલમાં જે પૈકી  કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી સી.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને બેક ઓફ બરોડા અને દૈના બેંક દ્વારા એમ.એસ.એમ.ઈ. સપોર્ટ અને આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાન મોદીએ સરકારની સપોર્ટ એંડ આઉટરીચ ઈનિશેટિવના લોંચિંગ પ્રસંગે 59-મીનીટ લોન પોર્ટલનું અનાવરણ કર્યું હતું. પોર્ટલ લોંચ કર્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, આ પોર્ટલ મારફતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોને માત્ર 59 મીનીટમાં જ 1 કરોડ રૂપિયા સુધીની લોનની મંજૂરી મળી જશે.

મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારે એમ.એસ.એમ.ઈ. સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે 12 નીતિઓને અંતિમ રૂપ આપી દીધું છે. આ નીતિઓને ‘દિવાળીની ભેટ’ ગણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ નીતિઓથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મુડી/ક્રેડિટ સુધી પહોંચ વધશે. તેમણે કહ્યું હતું કે, આ નીતિઓની આ સેક્ટરને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકો ઉભી થશે. 59 મીનીટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોનની યોજના પણ આ 12 નીતિઓમાં શામેલ છે.

એમ.એસ.એમ.ઈ. સપોર્ટ એન્ડ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા લાઈવ ટેલિકાસ્ટને કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું. નાના, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને ત્વરિત અને સરળતાથી રૂા.૧ કરોડ સુધીની લોન માત્ર ૫૯ મિનિટમાં ઓનલાઇન મેળવી શકાશે. આ પોર્ટલ દ્વારા રોકડ પ્રાપ્તિ, લઘુ અને મધ્યમન ઉદ્યોગો માટે કાનૂનનું અનુપાલન સરળતાથી થાય તેમજ કર્મચારીઓને સામાજિક સુરક્ષાના લાભ અંગેની વીમા યોજનાઓને પણ આવરી લેવામાં આવી છે.

Image may contain: 7 people, people standing, wedding and flower

આ પ્રસંગે મંત્રી સી.આર.ચૌધરીએ કહ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં એમ.એસ.એમ.ઈ. સેક્ટરનું મહત્વનું પ્રદાન છે. ઓછા મૂડીરોકાણથી સૌથી વધુ રોજગારી આપતું આ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. દેશના ૫ કરોડ એમ.એસ.એમ.ઈ.થી ૧૭ કરોડ લોકોને રોજગારી આપીને સ્વનિર્ભર બનાવતા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગો એ દેશના જી.ડી.પી.નો ૮ ટકા હિસ્સો ધરાવે છે એમ જણાવી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એમ.એસ.એમ.ઈ. સેક્ટરની કાયાપલટ થઇ હોવાનું ગૌરવભેર કહ્યું હતું.

ચૌધરીએ સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, મુદ્રા યોજના જેવી યોજનાઓનો ચિતાર આપી આ યોજનાઓએ દેશની યુવા શક્તિની ઉદ્યોગ સાહસિકતાને ઉજાગર કરવામાં સિંહફાળો આપ્યો છે એમ જણાવતા ઉમેર્યું કે, મુદ્રા યોજના દ્વારા ૭.૫૦ કરોડ રોજગારવાંચ્છું યુવાનોએ સ્વનિર્ભર બનાવ્યા છે, જ્યારે સ્ટાર્ટ અપ યોજનાનો લાભ લઇ ૩૦ હજાર નવા ઉદ્યોગ સાહસિકોએ ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવ્યું છે.

Image may contain: 3 people, crowd and indoor

તેમણે કહ્યું કે, ઉદ્યોગની સફળતા માટે મુલ્ય વૃદ્ધિ, ઉત્પાદકતા, લોજીસ્ટીક તેમજ સ્કીલ ડેવલપમેન્ટનું આગવું મહત્વ છે. દેશનો યુવાન કૌશલ્યસભર બને તે હેતુથી વડાપ્રધાન કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ૩૦ લાખ નાગરિકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, જે પૈકી ૮ લાખ તાલીમાર્થીઓ નોકરી પણ મેળવી ચૂક્યા છે. ઉપરાંત ૩૧ લાખ નાગરિકો સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ મેળવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. એમ.એસ.એમ.ઈ. નવા ભારતના નિર્માણમાં આગવી ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Image may contain: 8 people, people smiling, people standing

બેન્કના અધિકારીઓએ ઉદ્યોગકારોને લોન પ્રક્રિયા સહિતની સુવિધા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ બેંકના સ્ટોલ દ્વારા ઉપસ્થિત લોકોએ પોર્ટલ તેમજ વિવિધ યોજનાઓ અંગે જાણકારી મેળવી હતી.

Image may contain: 1 person, flower and wedding

error: Content is protected !!