વલસાડ-પારડી વચ્ચે રેલ્વે વીજ કેબલ તૂટતાં મુંબઈથી સુરત તરફનો રેલ વ્યવહાર ખોરવાયો

વલસાડ: વલસાડ-પારડી વચ્ચે રેલ્વેનો વીજ કેબલ તૂટી જતા મુંબઈ – સુરત રેલ વ્યવહાર ખોરવાયો છે. જેના કારણે શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ મોડી પડવાની શક્યતા છે. અનેક ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી હોવાથી હાલ મુંબઈથી સુરત જતા મુસાફરો અટવાયા છે. રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વીજતારનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કેટલા સમયમાં આ વીજ કેબલનું સમારકામ પૂર્ણ થશે અને રાબેતામુજબ રેલ વ્યવહાર શરૂ  થશે  તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

એક તરફ મુંબઇમાં વરસાદને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને બીજી તરફ રેલ્વે મારફતે મુંબઇથી સુરત આવનારા લોકો હવે વીજ કેબલના તૂટવાને કારણે કફોડી સ્થિતિમાં મુકાયા છે.

error: Content is protected !!