મગની દાળનું અથાણું

સામગ્રી :

મગની દાળ : ૩૦૦ ગ્રામ
વરિયાળી : ૫ ગ્રામ
તેલ : ૨૫૦ મિલી
અજમો : ૫ ગ્રામ
સરકો : ૨૦૦ ગ્રામ
મેથી : ૨૫ ગ્રામ
મસાલો : ૫ ગ્રામ
ગરમ મસાલો : ૭.૫ ગ્રામ
કાશ્‍મીરી મરચું : ૭ ગ્રામ
મરચું : ૧૦.૫ ગ્રામ
આદું : ૧૦ ગ્રામ
હિંગ : ૨ ગ્રામ
ગોળ : ૨૫ ગ્રામ
મીઠું : ૧૦ ગ્રામ

બનાવવાની રીત :

સૌ પ્રથમ મગની મોગર દાળને સારી રીતે સાફ કરીને અડધા કલાક માટે પાણીમાં પલાળી દો. પછી તેને ચારણીમાં નાખીને નિતારી લો.
દાળને વરિયાળી, અજમો અને આદું સાથે જાડી એવી પીસી લો. આ લોટને કપડાંની પોટલીમાં બાંધી ઊકળતા પાણીમાં ૩૦ મિનિટ સુધી ચડવા દો. જયારે તે તૈયાર થઇ જાય ત્‍યારે પાણીમાંથી પોટલી કાઢી લો અને ચપ્‍પુથી તેના નાના ટુકડા કરી લો. ગોળ ચૂરો કરીને સરકામાં પીગળાવો.

ત્‍યાર બાદ કડાઇને તાપ પર રાખો. ૨૦૦ મિલી તેલ ઊકળી જાય ત્યારે હિંગનો વઘાર કરીને તૈયાર કરેલ પીઠીના ટુકડા નાંખો. તેને ચમચા વડે ઉલટાવો. જયારે તે ગુલાબી રંગના થાય ત્‍યારે તેલ કાઢી લો. હવે વધેલું ૫૦ ગ્રામ તેલ પણ કડાઇમાં નાંખી દો. તેલ ગરમ થઇ જાય ત્‍યારે તેને તાપ પરથી ઉતારી લો અને મેથી દાણાનો વઘાર કરો. ત્‍યાર બાદ કાશ્‍મીરી મરચું, લાલ મરચું, હળદર નાંખી દો. હવે કડાઇ તાપ પર ચડાવો. સુગંધ આવે તે રીતે શેકો. પછી પીઠીનાં ટુકડા નાંખી દો. અંતે સરકો નાંખો.  ઠંડું પડતાં બરણીમાં ભરી લો. બીજા દિવસે કાચા તેલથી અથાણું ડુબાડો. ચાર દિવસ તડકો આપો એટલે અથાણું તૈયાર સમજવું.

error: Content is protected !!