આસિયાન સમિટમાં મોદી, ટ્રમ્પ અને શિન્ઝો સહીતના નેતાઓએ માણી ‘રામકથા’

મનીલા, દેશગુજરાત: ફિલિપાઈન્સમાં શરુ થયેલી બે દિવસીય આસિયાન સમિટના ભવ્ય ઉદ્દઘાટન સમારોહમાં સંગીતમય રામાયણે દુનિયાભરના નેતાઓને પ્રસન્ન કરી દીધા હતા. સંગીતમય રામાયણને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, ચીનના વડાપ્રધાન ઝીન્પિંગ સહિતના નેતાઓ એકીટસે જોતા રહ્યા. કલાકારોએ ફિલિપાઈન્સના સંસ્કૃતિક જોડાણને ખુબ જ સારી રીતે રજુ કર્યું હતું.

10 દેશોના આ સંગઠનમાં મુખ્ય સંમેલનમાં ‘રામ હરી’ કંપનીએ રામાયણ રજુ કરી અને દર્શકોએ તેમની ખુબ જ પ્રશંસા કરી હતી. ફિલિપાઇન્સમાં રામાયણને ‘મહારાદિયા ભાવના’ કહે છે. જેનો અર્થ ‘રાજા રાવણ’ થાય છે. ફિલિપાઈન્સનું પ્રસિદ્ધ નૃત્ય ‘સિંગકિલ’ પણ રામાયણ પર આધારિત છે.

error: Content is protected !!