મારું બ્લડપ્રેશર વધી ગયું હતું, બાકી હું ફર્સ્ટ કલાસ : દાઉદ ઈબ્રાહિમ

નવી દિલ્હી, દેશગુજરાત: ભારતના મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ સાથે એક અંગ્રેજી ન્યૂઝ ચૅનલના રિપોર્ટરે વાત કરી છે અને અવાજ દાઉદ ઈબ્રાહિમનો હોવાનું મુંબઈ પોલીસે તેની પાસે રહેલા ડેટા બેઝ પરથી જણાવ્યું છે. રિપોર્ટરે દાઉદ સાથે વાત મે મહિનામાં કરી હતી.

દાઉદ ઈબ્રાહિમનો અવાજ માત્ર થોડા લોકોએ જ સાંભળ્યો છે અને તેથી આ પહેલીવાર બન્યું છે કે એક ન્યૂઝ ચૅનલના પત્રકાર સાથે દાઉદે ફોનમાં વાત કરી છે.

ચૅનલના પત્રકારે કરાંચીના નંબર પર ફોન કર્યો હતો અને આ ફોન દાઉદના સાથીદારે ઉપાડયો હતો. દાઉદ ઈબ્રાહિમ સાથે વાત કરવી છે એમ કહીને રિપોર્ટરે તેનો પરિચય આપ્યો હતો. દાઉદ ઈબ્રાહિમ સાથે રિપોર્ટરને માત્ર અલપઝલપ વાત થઈ હતી, પણ તેના અવાજના સેમ્પલ દાઉદના હોવાનું ફલિત થયું છે.

રિપોર્ટરે જ્યારે તેની તબિયત વિશે પૂછ્યું ત્યારે દાઉદે કહ્યું હતું કે માત્ર બ્લડપ્રેશર વધી ગયું હતું, બાકી હું ફર્સ્ટ કલાસ છું. દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે અને તેનો ઈનકાર પાકિસ્તાન કરે છે, પણ રિપોર્ટરે કરેલા ફોનમાં સ્પષ્ટ થયું છે કે તે કરાંચીમાં છે.

દાઉદ ઈબ્રાહિમે ફોનમાં વાતચીત વખતે એમ પણ કહ્યું હતું કે તેને હાર્ટએટેક પણ આવ્યો નહોતો અને તેને ગેંગ્રીન જેવી બીમારી પણ નથી.

મુંબઈમાં 1993માં થયેલા બૉમ્બધડાકાનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ કરાંચીમાં જ રહે છે. આ કેસમાં યાકુબ મેમણને 2015ના જુલાઈમાં ફાંસીની સજા કરાઈ હતી. દાઉદ સાથે યાકુબનો ભાઈ ટાઈગર મેમણ અને તેનો પરિવાર ફરાર છે

error: Content is protected !!