માયજિઓ એપને દસ કરોડથી વધારે ડાઉનલોડ મળ્યા

નવી દિલ્હી: રિલાયન્સ જિઓની મોબાઇલ એપ્લિકેશન માય જિઓ એપ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર બીજી સૌથી વધુ ડાઉનલોડ થયેલી ભારતીય એપ્લિકેશન બની ગઈ છે અને અત્યાર સુધી તેને 100 મિલિયન ડાઉનલોડિંગ મળ્યું છે તેવી જાણકારી કંપનીનાં એક ટોચનાં અધિકારીએ આપી હતી.

 ગૂગલ પ્લે પર માયજિઓનું ડાઉનલોડિંગ 100 મિલિયન આંકડાને વટાવી ગયું છે. આ સફળતા મેળવનાર માયજિઓ બીજી ભારતીય મોબાઇલ એપ્લિકેશન છે તથા કોઈ પણ ઓપરેટરની પ્રથમ સેલ્ફ-કેર મોબાઇલ એપ્લિકેશન છે.

માયજિઓ અગાઉ હોટસ્ટારનું ડાઉનલોડિંગ 100 મિલિયનનાં આંકડાને વટાવી ગયું છે. માયજિઓ પ્રથમ ભારતીય એપ છે, જેણે એક વર્ષથી ઓછા સમયમાં 100 મિલિયનનાં આંકડાને વટાવ્યું છે.

અગ્રણી ટેલીકોમ ઓપરેટર્સ એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરની સેલ્ફ-કેર એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પર 10 મિલિયનથી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે.

રિલાયન્સ જિઓની ટીવી એપ જિઓટીવીને 50 મિલિયન ડાઉનલોડિંગ મળ્યું છે, જ્યારે એરટેલની ટીવી એપને 5 મિલિયનથી વધારે ડાઉનલોડિંગ, વોડાફોન અને આઇડિયાની ટીવી એપને 1-1 મિલિયનથી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે.

error: Content is protected !!