મોદી સરકારની યોજના, 8 પાસને પણ મળી શકે છે 10 લાખ રૂપિયા

નવી દિલ્હી, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત તેમના ભાષણોમાં કહેતા હોય છે કે તેઓ દેશમાંથી બેરોજગારી દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાનો લાભ મેળવવા શિક્ષિત હોવું અનિવાર્ય છે. 8 પાસ વ્યક્તિ પણ સરકાર પાસેથી 10 લાખ રૂપિયા મેળવી શકે છે. આ રકમ માત્ર રોજગાર શરુ કરવા માટે મળશે. આ યોજના અંતર્ગત વધારેમાં વધારે 25 લાખ રૂપિયા મેળવી શકાશે.

આ યોજના હેઠળ રોજગાર શરુ કરવા માટે પ્રોજેક્ટ તૈયાર કરી લોન માટે અરજી કરવાની રહેશે. પ્રોજેક્ટની મંજુરી મળ્યા પછી સરકારની તરફથી ખાડી ગ્રામ ઉદ્યોગ લોન આપવામાં આવશે. આ યોજનાનો લાભ શહેરી અને ગ્રામીણ બંને લઇ શકે છે.

આ યોજના અંતર્ગત સરકાર પાસેથી રકમ મેળવવા જનરલ કેટેગરીના લોકો પણ અરજી કરી શકે છે. પરંતુ, એસસી, એસટી, ઓબીસી, અલ્પસંખ્યક, મહિલાઓ, દિવ્યાંગ, ભૂતપૂર્વ સૈન્ય કર્મી, ઉત્તર-પૂર્વ અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજનાનો લાભ સ્વયં સહાયતા સમૂહ, સોસાયટી અને ચેરીટેબલ ટ્રસ્ટના લોકો પણ લઇ શકે છે. 18 વર્ષથી મોટી ઉંમરના લોકો જ આ યોજનાનો લાભ લઇ શકશે.

error: Content is protected !!