નરેન્દ્ર મોદીએ ભાજપના સુવર્ણકાળની શરૂઆત કરી: અમેરિકી થીંક ટેંક

વોશીંગ્ટન, દેશગુજરાત: ભારત- અમેરિકીના ટોચના વિચારકોનું કહેવું છે કે, ગયા સપ્તાહે બિહારના રાજકારણમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પરત ફરી છે અને સત્તા પર પોતાની પકડ બનાવી છે, તેના પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના સુવર્ણકાળનો પ્રારંભ કર્યો છે. ‘કાર્નેગી ઇન્ડોમેટ ફોર ઇન્ટરનેશનલ પીસ’માં દક્ષિણ એશિયાના કાર્યક્રમમાં ડીરેક્ટર તેમજ વરિષ્ઠ ફેલો મિલન વૈષ્ણવે એક તંત્રી લેખમાં કહ્યું કે, હાલની ઉથલપાથલ એ વાતનો સંકેત છે કે નહેરુ-ગાંધી પરિવારની કોંગ્રેસ પાર્ટી દ્વારા લાંબા સમયથી નિયંત્રિત ભારત દેશમાં હવે ભાજપ રાજકારણનું નવું કેન્દ્ર છે.

ભારતીય જનતા પાર્ટી ઝડપથી આગળ વધી રહી છે

લેખમાં વધુમાં કહ્યું છે કે, 2019માં ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપ માત્ર મોટો પક્ષ છે. એટલું જ નહીં ભાજપ શક્તિશાળી રાજ્યોમાં પકડ મજબૂત કરવાની દિશામાં પણ ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ સાથે જ લખ્યું છે કે, ભાજપ સરકારના સતત થઇ રહેલા મજબૂતીકરણથી નીતિગત સ્થિરતા તેમજ રાજકીય શક્તિના સંકેત મળી રહ્યા છે. પરંતુ આ સાથે જ ભારતમાં લોકશાહીમાં સંતુલનને લઈને પણ ચિંતા ઉભી થઇ રહી છે. વૈષ્ણવે કહ્યું કે, તેઓની વ્યાપાર સંબંધી નીતિઓ, રાષ્ટ્રવાદી નિવેદનો અને તેઓની આકાંક્ષાથી ભરેલી અપીલ યુવાનોમાં ઉત્સાહનું સિંચન કરે છે અને તેના દ્વારા મોદી પોતાની પાર્ટીને ઐતિહાસિક ચૂંટણીલક્ષી જીત તરફ લઇ ગયા છે.

મોદીએ શરુ કર્યો સુવર્ણકાળ

વૈષ્ણવે વધુમાં કહ્યું કે, ત્રણ દાયકામાં બહુમતી મેળવનાર પ્રથમ પાર્ટી બનીને મોદીએ ભાજપ માટે સુવર્ણકાળનો પ્રારંભ કરી દીધો છે. વૈષ્ણવે કહ્યું કે, ભાજપની ગતિમાં બિહાર પણ જોડાઈ જવાથી રાજ્યસભામાં ભાજપ જલ્દીથી બહુમતી ધરાવતી પાર્ટી બની જશે અને આ કાર્ય 2018ના અંત સુધીમાં થઇ શકે છે. આ સાથે જ તેઓએ લેખમાં સત્તાના કેન્દ્રીયકરણની કેટલાક નકારાત્મક પાસાં પણ હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

error: Content is protected !!