વડાપ્રધાન મોદી 9મી જૂનથી બે દિવસીય ચીનના પ્રવાસેઃ જિનપિંગ સાથે યોજશે બેઠક

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે (9 જૂન, શનિવારે) ચીનના પ્રવાસે જવા રવાના થશે.જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)ની બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કરશે. આ અગાઉ પણ ગત 27 અને 28 એપ્રિલે બુહાનમાં મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક મુલાકાત થઈ હતી. આ રીતે 43 દિવસમાં આ બંને નેતા વચ્ચે બીજી મુલાકાત યોજાશે.

ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બમ્બાવાલેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચેની આ મુલાકાતથી બંને દેશના સંબંધોમાં જોવા મળી રહેલા અંતરમાં ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, શાંઘાઈ સહયોગ સંગઠનની બે દિવસની આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી તેમની સાથે પણ મુલાકાત કરશે. નોંધનીય છે કે, ગત 21મી મેએ જ વડાપ્રધાન મોદી રશિયાના સોચ્ચી શહેરમાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા.આ રીતે રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન મોદી વચ્ચે 20 દિવસમાં ફરીવાર મુલાકાત થશે.

error: Content is protected !!