બનાસકાંઠામાં પસાર થતી નર્મદા કેનાલમાં એક જ દિવસમાં 4 જગ્યા ગાબડાં પડ્યા, જીરાના પાકને વ્યાપક નુકશાન

બનાસકાંઠા : બનાસકાંઠામાં પસાર થતી કેનાલમાં એક જ દિવસમાં જુદી જુદી ચાર જગ્યા પર ગાબડાં પડતા નજીકના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે, એક બાજૂ વરસાદ ઓછો પડવાને પાકને વ્યાપક નુકસાન પહોંચેલું છે અને આ સાથે જ પાણીની અછતને કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. આ પ્રકારના સંજોગોમાં કેનાલમાં ગાબડાં પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ છે.

નર્મદાની કેનાલમાં એક જ દિવસમાં ચાર અલગ-અલગ જગ્યાઓ પર ગાબડાઓ પડતા પાણીનો મોટા જથ્થો વ્યય થઇ ગયો હતો. જેમાં થરાદ, કાંકરેજ, સુઇગામ બાદ વાવના દૈયપ કેનાલમા ગાબડું પડ્યું હતું. જેના કારણે નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ભરાતા જીરાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વારંવાર કેનાલમાં પડી રહેલા ગાબડાંને કારણે સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે.

error: Content is protected !!