સરદાર સરોવર યોજનાનું વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું રાષ્ટ્રાર્પણ

ડભોઇ, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે જન્મદિવસ હોય તેઓ માતાના આશીવાર્દ લેવા તેમજ વિવિધ પ્રકલ્પોની લોકાર્પણવિધિ માટે ગુજરાત પ્રવાસે છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાને રવિવારે સવારે વડાપ્રધાન મોદીના હસ્તે રાષ્ટ્રાર્પણ કરવામાં આવ્યું હતું.

ડભોઈમાં નર્મદા ડેમના લોકાર્પણ સમયે 100થી વધારે ભૂદેવો હાજર રહી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને મહાઆરતી કરી હતી. વિધિ કરીને મોદીએ નર્મદા ડેમને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

આ પ્રંસગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, જળસંશાધન મંત્રી નિતિન ગડકરી સહિતના મહેમાનો હાજર રહ્યા હતાં.

વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

અચાનક વાતાવરણમાં પલટો આવતા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરનું ડભોઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યાંથી તેઓ રોડ મારફતે કેવડિયા પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, મોદીના આગમન પહેલા જ કેવડિયામાં વરસાદ શરૂ થયો હતો. ખરાબ વાતાવરણને કારણે નરેન્દ્ર મોદીએ બે કાર્યક્રમ રદ્દ કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસ રવિવારે સવારે પોતાની માતાના આશીવાર્દ લીધા હતા. આ સાથે જ બપોર બાદ વડાપ્રધાન મોદી અમરેલીમાં  1 લાખ ખેડૂતોના મહાસંમેલનને સંબોધશે. આ સાથે જ લાઠીના દુધાળા ગામમાં નવનિર્મિત હરેકૃષ્ણ તળાવનું વિડીયો કોન્ફરન્સ દ્વારા અમરેલીથી જ લોકાર્પણ કરશે.

error: Content is protected !!