સિનેમા હોલમાં રાષ્ટ્રગીત ફરજિયાત નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, દેશગુજરાત: સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવાનું ફરજિયાત ન  બનાવવું જોઈએ તે અંગેનું ભારત સરકારે એફિડેવિટ દ્વારા ભારપૂર્વક સૂચન કર્યું હતું, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે. મંત્રીમંડળ દ્વારા માર્ગદર્શિકા બનાવાયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવે તે અંગેના સરકારના સુચન બાદ સુપ્રીમ કોર્ટે તેના 2016 ના હુકમમાં સુધારો કર્યો હતો.

સોમવારે, કેન્દ્રીય  ગૃહમંત્રાલયે કોર્ટમાં સોગંદનામું ફાઇલ કર્યું હતું, ગયા વર્ષે ઓકટોબરમાં, તે પહેલાંના ઓર્ડરના રાષ્ટ્રવ્યાપી ચર્ચા બાદ આ મુદ્દે નિર્ણય લેવાનો નિર્ણય કર્યો હતો.

કોર્ટે કહ્યું,

જો સિનેમા હોલમાં  રાષ્ટ્રગીત વગાડવામાં આવે તો પ્રેક્ષકોએ ઊભા થવું જોઈએ. ડિફરન્ટલી એબલ્ડ (અપંગ)  લોકોને આદેશ પાલનથી મુક્તિ આપવામાં આવે છે.

2016માં કોર્ટે આપેલો ચુકાદો

સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીત વાગે ત્યાં સુધી ત્યાં હાજર તમામે ઉભા રહેવું. તેનાથી દરેકની અંદર પ્રતિબદ્ધ દેશભક્તિ અને રાષ્ટ્રવાદની ભાવના પેદા થશે.

error: Content is protected !!