રાષ્ટ્રવાદ એ જ સાચો નાગરિક ધર્મ : મુખ્યમંત્રી રૂપાણી

ઉપલેટા: ઉપલેટા તાલુકાનાં પ્રાસંલામાં શ્રી વૈદિક મીશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 20મી રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત 15000થી વધારે યુવા વિદ્યાર્થીઓને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાષ્ટ્રપુરૂષો-મહામાનવોના જીવન સંદેશને આત્મસાત કરી દેશ માટે જીવવું દેશ માટે ફના થઇ જવુંનો પ્રબળ રાષ્ટ્રપ્રેમ પ્રત્યેક યુવામાં જાગે તે આવશ્યક છે. તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, રાષ્ટ્રવાદ એ જ સાચો નાગરિક ધર્મ છે તેને આત્મસાત કરવા રાષ્ટ્રકથા શિબિર જેવા રાષ્ટ્રચેતના જગાવતા માધ્યમોથી યુવાશકિત ભારતભક્તિ પ્રત્યે પ્રેરિત થાય છે. રૂપાણીએ વિશ્વના સૌથી વધુ યુવાશકિત ધરાવતા ભારતમાં યુવાવર્ગોને શિક્ષા સાથે દિક્ષાથી સજ્જ થવાની અનિવાર્યતા સમજાવી છે.

મુખ્યમંત્રીની સાથે વિવિધ રાજયમાંથી આવેલ વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર પ્રશ્નો કરીને ખુબજ રસપ્રદ સંવાદ કર્યો હતો. પ્રાસંલા ખાતે હાલ ચાલી રહેલ ૨૦મી રાષ્ટ્રકથા શિબીરમાં દેશનાં વિવિધ રાજયનાં ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાવનાનાં પાઠ ભણી રહયા છે. પ્રદેશ, ભાષા, પહેરવેશ અલગ-અલગ હોવા છતાં એકતાની ભાવના બાળકોમાં છલોછલ જોવા મળી છતીસગઢથી આવેલ ભુપેન્દ્રકુમાર જણાવે છે કે, આ શિબિરમાં દેશનાં ટોચનાં વકતાઓએ ખૂબજ પ્રેરણાદાયી વકતવ્ય આપ્યા છે. દેશ માટે કંઇક કરી છૂટવાની પ્રેરણા મળી અમારી સ્કુલમાં જઇ અહિ આપવામાં આવતી અલગ અલગ ટ્રેનિંગની માહિતી આપી બીજાને પણ અહિયા આવવા પ્રેરીત કરીશ આર્મિ પબ્લિક શાળા, નોયડાથી આવેલ નંદતા શર્માનાં પરિવારજનો આર્મીમાં છે જેથી તેનામાં રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ છલોછલ જોવા મળ્યો. આ શિબિરમાં ઉપસ્થિત રહેવાથી તેમની રાષ્ટ્રભક્તિમાં ઓર વધારો થયોનું તેમણે કહ્યું હતું.ગુજરાતની બામરોટીયા હિરલ પ્રતિવર્ષ આ શિબિરમાં ભાગ લે છે આગળ જતા તેણે પોલીસ વિભાગમાં ભરતી થઇને દેશની સેવા કરવાની નેમ વ્યકત કરી હતી. હિરલે અહી આપવામાં આવતી જુડો-કરાટેની તાલીમ ખુબજ ઉપયોગી હોવાનું કહ્યું હતું.

આ પ્રસંગે શ્રી વૈદિક મીશન ટ્રસ્ટ પ્રાસંલાનાં સ્વામી ધર્મબંધુજીએ સ્વાગત પ્રવચન કરતા રાષ્ટ્ર કથા શિબિરનો હેતુ અને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓની વિસ્તૃત રૂપરેખા આપી હતી.  રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવોનું સંસ્થાએ ખુબજ ઉત્સાહભેર અદકેરૂ સન્માન કર્યુ હતું. કથામાં નિષ્ણાત વકતા સર્વ ઉતરપ્રદેશનાં પુર્વ પોલીસ મહાનિર્દેશક પ્રકાશસીંઘ, પુર્વ ભારતીય વહિવટી સેવાનાં ઉચ્ચ અધિકારી મિશ્રા, ભારતીય આર્મીનાં જનરલ હિમાલયસિંઘે પ્રેરણાદાયી વકતવ્યો આપ્યા હતાં.

આ તકે મુખ્યમંત્રીનાં હસ્તે બ્રિગેડીયર અજયસીંઘ, સી.આઇ.એફનાં રાજસર, સંજીવકુમાર સહિત અન્ય વ્યક્તિ વિશેષોનું શાલ ઓઢાડી સેવાકિય પ્રવૃતિનું સન્માન કરવામાં આવ્યુ હતું. શિબિરમા તજજ્ઞ વકતાઓ, રેન્જ આઇ.જી.  ડી.એન. પટેલ, કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયા, અબતક દૈનિકનાં તંત્રી સતીષભાઇ મહેતા, જિલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ્ત સુદ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!