એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં મહિલા પહેલવાન નવજોત કોરે જીત્યું ગોલ્ડન મેડલ

નવી દિલ્હી: એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતની મહિલા પહેલવાન નવજોત કોરે ગોલ્ડન મેડલ જીતી ઇતિહાસ સર્જ્યો છે. નવજોતે 65 કિલોગ્રામ કેટેગરીમાં જીત મેળવી છે. નવજોતે ફાઇનલમાં પોતાના ઉત્કૃષ્ટ દાવોથી જાપાનની મિયા ઇમાઇને 9-1થી હરાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ સાથે નવજોત કોર એશિયાઇ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની છે. નોંધનીય છે કે, આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ નવજોતને ખૂશીને કારણે આસું આવી ગયા હતા.  આ ચેમ્પિયનશિપમાં સાક્ષી મલિકે 62 કિલોગ્રામ ફ્રિ સ્ટાઇલ વર્ગમાં કઝાકિસ્તાનની અયૌલમ કેસીમોવાને 10-7થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું છે.

આ ઉપરાંત એશિયાઇ રેસલિંગમાં મહિલાઓના  50 કિ.ગ્રા. ભાર વર્ગમાં વિનેશ ફોગટે સિલ્વર મેડલ મેળવ્યો. જ્યારે તેની બહેન સંગીતા ફોગટે 59 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

error: Content is protected !!