પદ્માવત ફિલ્મની રીલીઝના મામલે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જરૂરી : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર: પદ્માવત ફિલ્મના રીલીઝ સંબંધે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અને સમગ્ર રાજ્ય સરકારે ક્ષત્રિય સમાજની લાગણીની ચિંતા કરીને તેને ધ્યાનમાં લીધી છે અને હજી પણ નામ. સુપ્રિમ કોર્ટે પદ્માવત ફિલ્મના રીલીઝ પરના ૪ રાજ્યોએ લગાવેલા પ્રતિબંધને હટાવી લેવાના કરેલા આદેશમાં કાનૂની મર્યાદામાં રહીને સુધારા કરવાના તમામ વિકલ્પો રાજ્ય સરકાર ચકાસી રહેલ છે ત્યારે આ ફિલ્મના રીલીઝ સંદર્ભે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઇ રહે તે માટે રાજ્યના ક્ષત્રિય – રાજપુત સમાજને શિક્ષણ-કાયદો અને ન્યાય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અપીલ કરી છે.

આ પ્રશ્ને રાજ્યમાં ક્યાંક – ક્યાંક છુટાછવાયા બનેલા આગ અને તોડફોડના બનાવો પર ચિંતા વ્યક્ત કરતા શ્રી ચુડાસમાએ જણાવ્યું છે કે, મહારાણી પદ્માવતી સંબંધી ઇતિહાસનું અપમાન એ માત્ર ક્ષત્રિય – રાજપુત સમાજનું જ નહીં પણ સમગ્ર દેશના ત્યાગ વીરતા શૌર્ય અને બલિદાનની ભવ્ય પરંપરાનું અપમાન છે. આ સંજોગોમાં ક્ષત્રિય – રાજપુત સમાજની પદ્માવત ફિલ્મ સંબંધી લાગણી અને માગણીને માન આપી, તેનું સન્માન જાળવીને મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં આ ફિલ્મના રીલીઝ પર બે વખત પ્રતિબંધ મૂક્યો હતો. હજી પણ નામ. સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ હટાવી લેવાના કરેલા આદેશનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને કાયદાકીય મર્યાદામાં રહીને નામ. સુપ્રિમ કોર્ટના આદેશમાં કોઇ સુધારા-વધારા થઇ શકે તેમ છે કે કેમ તે માટે કાયદાવિદ, કાનૂની નિષ્ણાતો સાથે પરામર્શ થઇ રહ્યો છે ત્યારે રાજ્યનો સમજુ ક્ષત્રિય સમાજ પણ સંયમથી કામ લેશે તેવી મને આશા છે.

રાજ્યના કેટલાક મલ્ટીપ્લેક્ષ થિયેટરોએ પદ્માવત ફિલ્મનું રીલીઝ ન કરવાના નિર્ણયને આવકારતા અને અભિનંદન આપતા ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્યમાં શાંતિ જળવાઇ રહે તે સમગ્ર રાજ્યની જરૂરિયાત છે ત્યારે સૌ કોઇ સંયમ અને શાણપણ દાખવી રાજ્યમાં શાંતિ અને
જાહેર મિલકતો, સંપત્તિની જાળવણી કરવાની જવાબદારી બજાવે તે જરૂરી છે.

Related Stories

error: Content is protected !!