ગુજરાતને કામમાં લાગે તેવું છે ઇઝરાયેલનું આ હરતું ફરતું ડિસેલીનેશન યુનીટ

અમદાવાદ, દેશગુજરાત: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  ઇઝરાયેલ યાત્રાના ત્રીજા દિવસે  પણ તેમની સાથે રહ્યા હતા. બંને નેતાઓ આજે હાઈફા ગયા હતા જ્યાં તેમણે ઓલ્ગા બીચ પર કેટલોક સમય વિતાવ્યો હતો.

નેતનયાહુએ બાદમાં તેમનો અને મોદીનો ટવીટ કરતા કહ્યું હતું કે, “મિત્રો સાથે બીચ પર જવા જેવું અદ્ભુત કશું જ નથી.”

પરંતુ ગુજરાતીઓને આ બીચ યાત્રાથી ઉત્સાહ મળે તે બાબત હતી મોબાઈલ ડિસેલિનેશન યુનિટનું પ્રદર્શન. આ યુનિટ દરિયાના ખારા પાણીને શુધ્ધ પીવાના પાણી તરીકે પરિવર્તિત કરી શકે છે.

નેતનયાહુએ આ મોબાઇલ યુનિટની ડરાઈવીંગ સીટ સંભાળી હતી જેના પર ભારત અને ઇઝરાયેલના ઝંડા હતા.

તેમણે ટ્વીટ પણ કરી હતી: “ઇઝરાયેલ પાણીના પુનઃવપરાશ અને ડિસેલિનેશનમાં વિશ્વનું આગેવાન છે. અમે અમારી ટેક્નોલોજી ભારત સાથે શેર કરીશું અને કરોડો લોકોને શુધ્ધ પાણી પૂરું પાડશું. મને ઇઝરાયેલ પર ગર્વ છે!”

બંને નેતાઓ હાઈફા સુધી હેલીકોપ્ટરમાં ગયા હતા. નેતનયાહુએ તેમની હેલિકોપ્ટર સફરના ફોટા સાથે એક લાઈન પોસ્ટ કરી હતી: “હાઈફા તરફ જઈ રહ્યો છું, મેં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણો સુંદર દેશ બતાવ્યો છે.”

error: Content is protected !!