બોટાદમાં નવી કોર્ટ બિલ્ડિંગનું મુખ્યમંત્રી રૂપાણી અને હાઇકોર્ટના જસ્ટિસ રેડ્ડીના હસ્તે લોકાર્પણ

બોટાદ: બોટાદમાં નવી કોર્ટ બિલ્ડિંગનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હાઇકોર્ટના જસ્ટિસ સુભાષ રેડ્ડીના હસ્તે આજે (રવિવારે) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

નોંધનીય છે કે, બોટાદની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનો ઘેરાવ કરવા પહોંચેલા ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ સહિત કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. સાળંગપુર રોડ પરથી પ્રવિણ મારૂની અટકાયત કરવામાં આવી હતી.

error: Content is protected !!