સુરતમાં 24 ફેબ્રુઆરીએ યોજાશે નાઈટ મેરેથોન

સુરત: 24 ફેબ્રુઆરીએ સુરતમાં કોમોર્શિયલ ધોરણે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ, ખેલ મહાકુંભ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ડીજીવીસીએલ સહિતની સરકારી સંસ્થાઓના સહયોગથી સુરતમાં નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.  મેરેથોન રેસના ડાયરેક્ટર તરીકે અરવિંદ બીજવે સેવા આપશે. આ સાથે જ ઓન ગ્રાઉન્ડ ઓફિસીયલ ટ્રેનર તરીકે રાષ્ટ્રીય કક્ષાની સુરતની ખેલાડી પૂજા ચૌરુષી સેવા આપશે.

આ ઇવેન્ટમાં 42 કિ.મી.ની ફૂલ મેરેથોન, 21 કિ.મી.ની હાફ મેરેથોન સહીત 10 કિ.મી.ની મેરેથોનમાં 18 વર્ષથી વધુ ઉંમરના દોડવીરો ભાગ લઇ શકશે. આ સાથે જ 5 કિ.મી.ની સુરતીલાલા મસ્તી રનનો પણ આ મેરેથોનમાં સમાવેશ કરાયો છે. 60 વર્ષથી વધુ ઉંમરના સીનીયર સીટીઝન માટે 2 કિ.મી. સ્પર્ધા યોજાશે.

નાઈટ મેરેથોનમાં 14 લાખના ઇનામ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેરેથોન યોજાય તે પહેલા 28મી જાન્યુઆરીએ ઓર્ગન ડોનેશન જાગૃતિ માટે વોકાથોન, 4 ફેબ્રુઆરીએ કિડ્સ મેરેથોન, પ્રાણી પ્રેમીઓ માટે પેટાથ્લોન 21 ફેબ્રુઆરીએ યોજાશે અને 26 ફેબ્રુઆરીએ સાઈકલ રેલી, 27 મી ફેબ્રુઆરીએ રોડીઝ, આયોજન કરવામાં આવ્યું છે.

error: Content is protected !!