દક્ષિણ ભારતમાં નિપાહ વાઈરસનો ફાટી નીકળ્યો, તકેદારીના ભાગરૂપે ગુજરાત આરોગ્ય વિભાગે જારી કર્યું એલર્ટ

ગાંધીનગર: દક્ષિણ ભારતમાં નિપાહ વાઈરસનો ફાટી નીકળ્યો છે. કેરળમાં ફેલાયેલા નિપાહ વાઈરસને કારણે ફફડાટ ફેલાયો છે. જેને લઈને ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નિપાહ વાઈરસની ગંભીરતાને જોઈને આરોગ્ય વિભાગે કલેક્ટરોને તકેદારીના પગલાં લેવા આદેશ આપી દીધા છે.

કેરલમાં હાહાકાર મચાવનાર નિપાહ વાઈરસથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ  કેરળની સ્થિતિની ધ્યાને લઈને તકેદારીના ભાગરૂપે ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી, પશુપાલન વિભાગને આદેશ આપવામાં આવ્યા છે. કોઈ પણ દર્દીમાં રોગના લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર આપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ આરોગ્ય વિભાગે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે. હેલ્પ લાઈન નંબર-97277 23301 પર ફોન કરીને કોઈ પણ દર્દી મદદ મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં મલેશિયાના નિપાહ નામના નગરમાં પ્રથમ વખત નિપાહ વાઈરસ નોંધાયો હતો. ત્યારથી તેનું નામ નિપાહ વાઈરસ પડ્યું હતું. તેને એનઆઈવી વાઈરસ પણ કહેવામાં આવે છે.

નિપાહ વાઈરસના લક્ષણો  

શ્વાસ લેવામાં તકલીફ

ખુબ જ તાવ

માથામાં દુખાવો

માથામાં બળતરા થવી

ચક્કર આવવા (અમુક સ્થિતિમાં વ્યક્તિ બેભાન પણ થઇ શકે)

આ એક ચેપી રોગ છે.

નોંધનીય છે કે, આ વાઈરસ ચામાચિડીયા અને ભૂંડથી ફેલાય છે. નિપાહ વાઈરસ એટલો ખતરનાક છે કે અત્યાર સુધી આ વાઈરસના કારણે કેરલમાં 10 જેટલા લોકોના મોત થઈ નીપજ્યા છે.

error: Content is protected !!