નીતા અંબાણી અંબાજી મંદિરની મુલાકાતે, પુત્રી ઇશાના લગ્નની કંકોત્રી મા અંબાના ચરણોમાં કરી અર્પણ

અંબાજી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) ના ચેરમેન, રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સ્થાપક, રિલાયન્સ લિમિટેડના બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ આજે ( ​બુધવારે) ખાસ પૂજા માટે ઉત્તર ગુજરાતના જાણીતા અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે પુત્રી ઈશા અંબાણીના લગ્નની કંકોત્રી મા અંબાના ચરણોમાં અર્પણ કરી હતી.

અંબાણી પરિવાર અંબાજી મંદિર ટ્રસ્ટના મુખ્ય દાતા છે. અંબાણી પરિવારના આગમનને ધ્યાને લઈને અંબાજી મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. નીતા અંબાણી તેમની સાસુ કોકીલાબેન ધીરુભાઈ અંબાણી અને માતા પૂર્ણિમા દલાલ સાથે માતા અંબાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (સીએમડીડીટી), જે મંદિરનું સંચાલન સંભાળતી સંસ્થા છે, તે માતા દેવીના 51 શક્તીપીઠ (દૈવી શક્તિ કેન્દ્રો) પૈકીની એક છે, તેના મીડિયા કોઓર્ડિનેટર આશીષ રાવલે ​​કહ્યું હતું કે, નીતા અંબાણી હવાઈ માર્ગે હેલિકોપ્ટરમાં દંતા સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી કારમાં અંબાજી પહોંચ્યા હતા.

ઇશાના લગ્ન આનંદ પિરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ યોજાશે, જેઓનું એન્ગેજમેન્ટ આ વર્ષે મે મહિનામાં થયા હતા.

કહેવામાં આવે છે કે ઈશાના લગ્નની કંકોત્રી અત્યંત ખર્ચાળ સોનાના વર્ક સાથે તૈયાર કરવામાં આવી છે. જે કંકોત્રી આજે મા અંબાના ચરણોમાં અર્પણ કરી અંબાણી પરિવારે માતાજીના આશીર્વાદ લીધા હતા.

લગ્ન પહેલાં આમંત્રણ પત્રિકા મૂકવા માટે અંબાણી પરિવાર વિવિધ મંદિરોની મુલાકાત લે છે. આ રીતે પ્રથમ કંકોત્રી ગયા મહિને મુંબઈના જાણીતા સિદ્ધી વિનાયક મંદિરે ગણપતિ બાપાને અર્પણ કરવામાં આવી હતી. તેઓએ તિરુપતિ અને કેદારનાથ મંદિરોની પણ મુલાકાત લીધી છે.

અંબાણી અને પિરામલ પરિવારો એકબીજાને ચાર દાયકાથી વધુ સમયથી ઓળખે છે. આનંદના પિતા અજય પિરામલ પિરામલ ગ્રુપ ઓફ કંપનીઝના અધ્યક્ષ છે, જે ફાર્માસ્યુટિકલ્સથી નાણાકીય સેવાઓ સુધીના વ્યવસાયોમાં છે.

error: Content is protected !!